________________ 338 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પસાર કરે છે, તપ-જપ અને સમાધિ સુખના કારણે છે, તે પણ કામીને દુઃખ જેવા લાગે છે. (13) વિઘાત... વિઘાતને અર્થ નાશ થાય છે. પ્રસ્તુત પ્રકરણમાં શરમથી, ધરમથી કે કરમથી કે સમાજના ભયથી કંઈક ગુણ ઉપાજ્ય હોય તે બધાય કામદેવના નશાના કારણે કાચી ઘડીમાં નાશ પામે છે. લજજાને ગુણોની માતા કહી છે. જ્યારે વિષયવાસના ગુણેને નાશ કરનારી જીવતી ડાકણ કરતાં પણ વધારે ખરાબ છે. કેમ કે વિષયાસક્ત માનવની ચતુરાઈ, - પંડિતાઈ, હુંશીયારી, માનવતા અને ખાનદાની પણ નાશ પામે છે. અનુભવી, આત્મલક્ષી આચાર્ય ભગવંતેએ ત્યાં સુધી કહી દીધું છે કે “ચાહે તે સાધક ઉભે ઉભે કાર્યોત્સર્ગ કરતે હોય, કલાક સુધી મૌન રાખે, લેચ કરે, નગ્ન રહે, તપ કરે, પણ તેના ગુપ્ત મનમાં કામ નામને ચેર ભરાઈ રહ્યો હશે તે, તે ચાહે સ્વયં બ્રહ્યા હોય તે પણ મને ગમવાને નથી.” “તે માણસ જ ભણેલે છે, ગણેલે છે, મનનશીલ છે, જાગૃત છે, જે હજારે કો પડવા છતાં અથવા રૂપરૂપના અંબાર જેવી મદમાતી સ્ત્રી પ્રાર્થના કરે છતાં પણ અકાર્યમાં, મૈથુનમાં, આંખ મીંચામણામાં લપટાતા નથી.” (14) વિભંગ. પૂર્વભવની આરાધનાને બળ પ્રાપ્ત થયેલી ક્ષપશમની શક્તિના કારણે અથવા ચાલુ ભવમાં ગુરુસેવા, સ્વાધ્યાય અને વાંચનના કારણે પ્રાપ્ત થયેલા ગુણોને વિકસાવવા જોઈતા હતાં પણ કામુકી ભાવનાને કારણે બનાવેલ