________________ શ્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર 341 ઉંમર વધે છે, શરીરના અંગે પાંગ ખીલવા માંડે છે, તેમ તેમ ચંચળતા વધે છે. સાથે સાથે ગંદા મિત્રો, પડોશીઓ, સહપાઠીએાનો સંસર્ગ પણ વધે છે અને ધીમે ધીમે વડીલેની શરમ, ગુરુઓની શરમ, માવડીની શરમ અને પરમાત્માની પણ શરમ વિદાય લે છે, ફળ સ્વરૂપે ભાવ ચારિત્ર હાથતાળી દઈને ગચ્છતી થાય છે. (18) ગ્રામ ધર્મ.... જે માણસને જે વાતનું વ્યસન હોય છે, તેને ગમે ત્યાંથી મેળવવા માટે ફાંફાં મારે છે. મળી જાય તે ખુશીને માર્યો કૂદાકૂદ કરે છે અન્યથા લમણે હાથ દઈ તેમાં અન્તરાયભૂત થનારને સાત પેઢી સુધીની ગાળો દેવા તૈયાર થઈ જાય છે. કેમ કે પિતાના વ્યસનની પૂર્તિ જ તેમનું જીવન છે, ધર્મ છે. નાનપણથી જ તેમને મિત્રમંડળી તેવા પ્રકારની મળેલી હોવાથી એક પછી એક વ્યસનની હારમાળા તેમના ગળામાં વરમાળા નાખીને બેઠી છે, તેવી રીતે કામુક માણસ પણ પિતાની ગંદી ભાવનાને પૂર્ણ કરવા માટે અનપઢ, ગમાર અને નીચ જાતિના માનવેના જેવા પ્રયત્ન અને સહવાસ કરીને પણ પિતાનું જીવન પૂર્ણ કરે છે. (19) રતિ... જે સમયની મર્યાદામાં કામદેવની મસ્તી જાગે છે, તે સમયે પોતાની પ્રેયસીને કે પિતાના પ્રેમીને ગુપ્ત સ્થાનમાં લઈ જઈને શરીરની ભૂખને પૂર્ણ કરે છે. માટે રતિક્રિયા અબ્રાની પૂર્ણાહુતિ છે.