________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 345 (24) ગુર્દા-ગેપનીયત્વાત્... નાની ઉંમરના પુત્ર-પુત્રીઓથી પણ આ કાર્ય એટલા માટે છુપાવાય છે કે કદાચ તેઓ કઈને કહી ન દે. આવા આશયથી જ આ કાર્ય ગેપનીય બને છે. બીજું કારણ એ છે કે તે સમયના ડાઘથી ખરડાયેલા વસ્ત્રો પણ સભા-સાયટીમાં પહેરવા લાયક રહેતા નથી. કદાચ ભૂલથી પહેરાઈ ગયું તે તમારા મિત્રે તમને મારશે તે નહિ પણ સૌની વચ્ચે તમારી ઢઢફજેતી કર્યા વિના નહિ રહે માટે આ કામ ગોપનીય છે. સ્વી સાથેનું ધમ્મ મૈથુન પણ ગેપનીય બને છે, તે પછી અધમ્ય મૈથુનના માલિકે હજાર સોગન ખાઈને પણ પ્રકાશિત કરે તેવી તાકાતવાળા દેતા નથી. (25) બહુમત (વહૂનાં મતવાતુ)... સમ્યગદર્શની અને મિથ્યાદર્શન, આ બંને જાતના જીવાત્માઓમાંથી બીજા નંબરના જીવે અનંતગણું વધારે છે. જે મિથ્યાદષ્ટિ અને મિથ્યાજ્ઞાની છે તથા સમચારિત્રથી હજાર માઈલ દૂર હોવાથી, મેહમાયાના માર્યા તેઓ મૈથુન કમને માને, આચરે તે બનવાજોગ હોવાથી આ કર્મ બહમત કહેવાય છે. તેથી સમ્યગદષ્ટિઓને પણ માન્ય છે, તેમ માનવાની ભૂલ કરવાની નથી. કેમ કે તેમનામાં સભ્ય જ્ઞાન અને સમ્યફચાત્રિને પ્રવેશ થયેલ હોવાથી હેય( ત્યાગવાલાયક)ને ત્યાગી દેવામાં અથવા મર્યાદિત કરવામાં વાર લગાડતા નથી. મૈથુનકર્મ પાપ છે તેની સમજણ તેમને