________________ 344 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (22) વેર વિર હેતુત્વાત્.... કૌટુમ્બિક કે સામાજિક વ્યક્તિઓ સાથે વૈર-વિરોધના પ્રસંગે ઉપસ્થિત કરાવવામાં ઘણા કારણે હેઈ શકે છે, તેમાં પ્રચ્છન્નપણે કામુકી ભાવના પણ કામ કરી રહી છે. કેમ કે બે ની વચ્ચે ખાનગીમાં, ઈચ્છાથી, અનિચ્છાથી, બળજબરીથી કંઈ બન્યું હોય તે વાતને ત્રીજો માણસ ભલે ન પણ જાણે, તે પણ ન કહેવાય, ન સંભળાવાય, તેમાં કંઈને કંઈ ખાનગીમાં બફાઈ ગયેલું હોય છે. માટે સ્વ સ્ત્રીને રેવડાવીને ભૂખે મારીને, પરસ્ત્રીઓના શેખનેના માથા ઉપર કેટલાય વરીઓ ત્રાટકેલા જ હોય છે અને ઘાટ ઘડવા માટે રાહ જોઈ રહ્યાં હોય છે. કદાચ મતના ઘાટે ન પણ ઉતારે તે પણ વૈરી બનેલા તેઓ તેમને જપીને બેસવા દે તેમ નથી. (23) રહસ્ય... (રહસિ ભવે રહસ્ય). અર્થાત્ સંસારના બધાય કાર્યો સૌની પ્રત્યક્ષ અને પ્રકાશમાં કરવાના હોય છે, પણ મૈથુન કાર્ય સર્વથા એકાન્ત અને અંધારામાં કરાતું હોવાથી તેને રહસ્ય કહેવામાં આવ્યું છે. કામભેગના અતિરેકમાં તણાયેલી વ્યક્તિ અથવા પરસ્ત્રી સાથે લપટાયેલ વ્યક્તિ પ્રકાશમાં કે સૌની આંખે પાટા બાંધીને કંઈ પણ કરશે અને વાત પ્રકાશમાં આવશે તે તે ભાઈને કાળા મોઢા થયા વિના, ઈજજત આબરૂના કાંકરા થયા વિના, કે શરમના કારણે વિના મતે મર્યા વિના બીજો માર્ગ એકેય નથી.