________________ 312 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મુદ્દદિલ હોય તે કોયર પુરૂષે જાણવા, તેમના જીવનમાં વૈર્યશક્તિને વિકાસ થયેલ ન હોવાથી પરિષહોને જીતવા માટે તેઓ સમર્થ બની શકવાના નથી. તેથી તેમને પાપ માર્ગે જવાનું સરળ બને છે. મૈથુન માટેની પરિસ્થિતિ પ્રાપ્ત થતાં તેમનાં મનમાં તેવા પ્રકારની ચંચળતા, વિહળતા અને ઉતાવળ આવી જાય છે. જેથી પિતાના મનને, બુદ્ધિને, ઈન્દ્રિયને અને શરીરને મર્યાદામાં રાખવા જેટલી ક્ષમતા તેમની મરી પરવારે છે. સાથે સાથે ખાનદાનીના ધર્મો, ગુરૂ તથા વડિલેની શરમ, સ્વારીને સ્નેહ અને પાપભીરુતા આદિ જે આદરણીય ગુણે હતાં તે પણ એક પછી એક પલાયન થાય છે અને આજીવન મૈથનાસક્ત બનીને જીવન પૂર્ણ કરે છે. - જેઓ જીન્દાદિલ છે તેવા સજજને, મહામાન, મહાવ્રતધારીઓથી ત્યજાયેલું મૈથુન છે. એટલે કે, તેમને આત્મવિકાસ સારી રીતે થઈ ગયેલું હોવાથી તેઓ અતીવ નિન્દનીય પાપ કર્મોને સેવતા નથી, તેમનાથી ઉતરતા દેશવ્રતધારીઓ, એક પત્નીવ્રતના ચૂસ્ત હિમાયતી બનીને પરસ્ત્રીને માતૃતુલ્ય માનશે. ભણતર-ગણતરને ફલિતાર્થ એટલે જ છે કે, તે મહાવ્રતધારી અને ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમના વતની મર્યાદામાં આવે. કેમકે ખાનદાન માનવને પરસ્ત્રી, વેશ્યા, શરાબપાન આદિ ગંદા ત ભાયમાન થતા નથી. માટે જ જેનાથી આત્મા વજનદાર બને, દુર્ગતિની પ્રાપ્તિ થાય તેવા પાપકર્મોને ત્યાગ કરવો હિતાવહ માર્ગ છે.