________________ 328 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉપાસનામાં રત હોય છે. અન્યથા ઘાસ પાંદડા ખાઈને સ્ત્રીના મુખને પણ ન જોનારા વિશ્વામિત્ર જેવા તાપસે તત્તમા અપ્સરાના બાહુપાશમાં શી રીતે ફસાય? ઈન્દ્રનું આયુષ્ય સાગરોપમનું અને દેવી ઈન્દ્રાણી, પપમના આયુષ્યવાળી એક કોડ પોપમને એક કરોડ પલ્યમથી ગુણા કરીએ અને આંકડા માંડીએ તે આયુષ્ય દરમ્યાન ઈન્દ્રને કેટલી ઈન્દ્રાણીઓ થશે? ત્યારે જ સમજવાનું સરળ બને છે કે, પુણ્યકર્મોમાં મસ્ત બનેલા દે અને દેવેન્દ્રોને ભેગે વિલાસે સિવાય બીજો માર્ગ નથી જ. તે એ કામદેવની અતૃપ્તિના કારણે વનસ્પતિમાં ઉત્પન્ન થવાનું રહે છે. તે ટૂંકા આયુષ્યવાળા બિચારા મનુષ્યની શી દશા? - ખાવા અર્થમાં ચરુ ધાતુની વ્યાખ્યા કરવી હોય તે, આત્મામાં રહેલા-કમાવેલા-ચારિત્રાદિ ગુણેને ખાઈ જાય, બાળી નાખે તે ચરમૈથુનને પર્યાય સાર્થક બને છે. આ (4) સંસર્ગ. સ્ત્રી અને પુરૂષને સંસર્ગ, સહચાર, સમ્મીલન અને તેમાંથી ઉત્પન્ન થયેલા કામના સંસ્કારને લઈને, માનવનું મન કામદેવને ઝુલણમાં કેવા કેવા હિંચકા ખાય છે, તેનું આબેહુબ વર્ણન ટીકાકારના શબ્દોમાં કરીએ. મારી સાથે પ્રેમાલાપ કરનારી પ્રેયસી આવી ગઈ? કેમ ન આવી હોય? સંકેતને સમય થવા આવ્યા છે માટે હવે આવવી જોઈએ. આ પ્રમાણે તેની સ્મૃતિ થતાં, સાધક વિહ્વળ થઈ જાય છે. તે પછી, લટકમટકા કરતી, અને નચાવતી,