________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર = 333 ધ્યાનની મસ્તીમાં અને પઠનશીલ વિદ્યાથી પાઠ ગોખવાની મસ્તીમાંથી ચલાયમાન થતું નથી. જ્યારે ચલાયમાન થનાર સંયમસ્થાનીય હેતું નથી પણ કામદેવને પુજારી હોય છે. આ કારણે જ કામના પર્યાયરૂપે બાધનાપદ' મૂક્યો છે, જે સાર્થક છે. પદને બીજો અર્થ પ્રજા પણ થાય છે. કેમ કે કામુક માનવની ઇન્દ્રિયે કન્ટ્રોલ આઉટ હેવાથી તેની આંખ બીજાની બેન બેટીઓ પર પડેલી હોવાથી કઈ નબળી ક્ષણે તે બાઈઓના સગાઓને રોષ તે કામુક પર ઉતરશે તે કંઈ પણ કહેવાય તેમ નથી. ફળ સ્વરૂપે દુઃખની પરંપરા અને રવાના દિવસે ભાગ્યમાં શેષ રહે છે. यश्चेहलोकेऽधपरे नराणामुत्पद्यते दुःखम् सह्यवेगम् / विकाश नीलोत्पल चारुनेत्रा, मुक्त्वास्त्रियस्तत्र न हेतुरन्यः / / અર્થાત-જેને વેગ અસહા હોય છે, તેવા દુખેની ઉત્પત્તિમાં, કમળના પાંદડા જેવી મોટી અને કાજળથી આંજેલી આંખેવાળી સ્ત્રીને છોડીને બીજું કંઈ પણ કારણ નથી. મતલબ કે પુરૂષના મનમાં મદમાતી સ્ત્રીને અને સ્ત્રીના મનમાં વાંકડીયા વાળવાળ, ચટકેદાર બેલનારે, મરકમરક હસવાવાળે, આખેને વાંકીચુકી નચાવનારે અને રૂપાળે યુવાન માણસ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સાડા સાતની નહિ પણ જિંદગીના છેલ્લા ક્ષણ સુધીની શનિ મહારાજની પતી બેસી જાય છે. કહેવાયું પણ છે - દ્વાદશમે છાયાસુત બેઠે, જિસ મન પર તરૂણી હેઈ; રતિ મતિ છતિ સવિ જોઈ હીણ, વળી હેઈ દુર્બળ દેહા.