________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 329 ઝાંઝરને ઝણકાર કરતી અને ખુંખારને સંકેત કરતી, આવતી પ્રેયસીને જોયા પછી, તે ભગવાન જાણે, તેની દશા કેવી થતી થશે? અથવા આનન્દઘનજી મહારાજના શબ્દો યાદ કરીએ તે.... “આગમ આગમ ધરને હાથે” હાથમાં રહેલા આગમના પાના તથા સદનુષ્ઠાને આદિની દશા શું થશે? માટે સાધકની આવી દશા કરાવનાર મૈથુન પાપ છે. (5) સેવનાધિકારી... મૈથુનકર્મના આ પર્યાયનું તાત્પર્ય છે કે ચેરી, બદમાશી, હાથ ચાલાકી, જુગાર, બીજાએને મોતના ઘાટ ઉતારવા, શરાબપાન, વેશ્યાગમન આદિ પાપકા(પ્રતિસેવનાઓ)માં પ્રેરિત કરનાર મૈથુનજન્ય સંસ્કારે છે. નાની ઉમરથી યદિ આ સંસ્કારને મર્યાદામાં લેવામાં ન આવે તે ગમે ત્યારે અને ગમે તે નિમિત્તે પણ આ સંસ્કાર ભડકે બળશે અને સાધકને અધ:પતનના માર્ગે લઈ જશે. માનવ જીવનના વ્યાપારાદિ કઈ પણ ક્ષેત્રમાં ભેળસેળ, ખોટા તેલમાપ, વ્યાજવટાવમાં ગોટાળા આદિ ચૌર્યકર્મથી માનવતા, દયાળુતા, વિક્તા અને પ્રેમાળ સ્વભાવ સમાપ્ત થઈ જાય છે. હાથચાલાકી દ્વારા કદાચ તત્કાળ દૂધ રેટલા મળશે પણ જીવનમાં તથા મુખ, જીભ, કાન, આંખમાં પણ ચાલાકીએની પરંપરા વધ્યા વિના રહેશે નહિ. જુગારના રસ્તે પડેલા માનવને કૌટુમ્બિક કે વ્યવહારિક મર્યાદાઓ સાથે ખાસ લેણદેણ રહે તેમ નથી.