________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 323 શકે નહિ. કદાચ બંનેની આરાધના સાથે કરવામાં આવશે તે આવનારા ભામાં પણ મિશ્રફળ મળ્યા વિના રહેવાનું નથી. સંવરના પરિણામે મનુષ્યાવતાર મળશે પણ મિશ્રિત થયેલા આશ્રવથી નીચ કુળ, કમ ખાનદાન, કદરૂપું શરીર, ખાનપાનની ખરાબી, કમાણીને અભાવ, રહેઠાણની મુશ્કેલી, રોગિષ્ટ અને પૌષ્ટિક આહાર વિનાનું શરીર, માયકાંગલા સંતાને, જ્ઞાન-વિજ્ઞાનને સર્વથા અભાવ આદિ પરિસ્થિતિ, ઓમાં સંવર-પુણ્યના કારણે મેળવેલા મનુષ્યાવતારને રીબાઈ રીબાઈને આર્તધ્યાનપૂર્વક સમાપ્ત કરવાનું રહેશે. ભારત દેશમાં કરોડો માનવેને ઉપરની સ્થિતિમાં રીબાતા રીબાતા આપણે સૌ જોઈ રહ્યાં છીએ. મધ્યમ વર્ગની સ્થિતિ પણ ખ્યાલ બહાર નથી. કેમ કે તેઓ પણ ત્રણ સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં ક્યારેય સ્વસ્થ થઈ શકે તેમ નથી. 84 લાખ જીવાયેનિમાં કેવળ મનુષ્યાવતાર જ શ્રેષ્ઠતમ છે, તેમ સૌ કઈ ધર્માચાર્યો એક અવાજે કહી રહ્યાં છે. કેમકે સદુબુદ્ધિ, સદ્દવિવેક, ધર્મ કર્મની સદ્ભાવના, તે માટેની મન– વચન અને કાયાની સ્વસ્થતા મનુષ્યને છેડી બીજે ક્યાંય નથી. તેથી જ દેવેને પણ દુર્લભ મનુષ્યાવતારને મેળવ્યા પછી તેને બગાડવાને કે સુધારવાને? તેના નિર્ણયમાં પ્રમાદ-આળસ, બેદરકારી, પૂર્વગ્રહિતા, ત્રાહિતા કે કદાગ્રહતા રાખવી પોસાય તેમ નથી. પુણ્યના ફળે અને માર્ગોની ચાહના સૌ કોઈને હોય પરંતુ તેમનાથી વિરૂદ્ધ કમેને ત્યાગ જ્યાં સુધી કરવામાં ન