________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 321 પામે તે પણ વ્યભિચારીના જીવનમાં શેક-સંતાપ-મુંઝવણ, કલેશના ઉપદ્રવ થશે. આન્તર જીવન કડવા ઝેર જેવું થશે... વધ–બંધન અને અપયશ આદિને દેનાર મૈથુન છે. રાજાને ખબર પડતાં મૈથુનકમી આત્માને ફટકાને માર ખાવો પડશે. કારાગૃહમાં જશે, સમાજમાં અપયશ, અપકીર્તિ થવાને પ્રસંગ આવશે. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય કર્મને ઉપાર્જન કરાવનાર મૈથુન છે. મૈથુનકર્મની વિરતિ (ત્યાગ) જેમના ભાગ્યમાં નથી હોતી તેઓ તેમાં અત્યન્ત કિલષ્ટ અધ્યવસાયેના માલિક બનતાં ભવાંતોને માટે દર્શન મોહિનીય અને ચારિત્ર મેહનીય કમની નિકાચના કરશે. સારાંશ કે મૈથુનકમી જેમ ચારિત્રમેહનીય કર્મની નિકાચના કરે છે, તેવી રીતે દર્શનમોહનયની પણ નિકાચના (ગાઢ બંધન) કર્યા વિના રહેશે નહિ. શંકાશીલ શિષ્યનું કહેવું છે કે “તીવ્ર કષાય, મેહકમની તીવ્ર પરિણતિ, રાગદ્વેષમય જીવન જીવવાવાળો, ચારિત્રને ઘાત કરનાર, કષાય અને કષાય સ્વરૂપ ચારિત્રમેહને ઉપાર્જક હોય છે.” પણ દર્શન મેહને ઉપાર્જન કરાવનાર એકેય શ્રુતિ નથી. કેમ કે “અરિહંત, સિદ્ધ, ઐય, તપસ્વી, જૈનાગમ, ગુરૂ, મુનિ અને સંઘને વિરોધી માનવ દર્શનમેહનીયને બંધક છે.” આ કથનમાં મૈથુન શબ્દ નથી, જવાબમાં જાણવાનું કે આ શંકા નિલ એટલા માટે છે કે સ્વપક્ષ એટલે સાધ્વી, સંઘની મિલ્કત એટલે મેમ્બર હેવાથી સાધ્વી સાથેનું અબ્રહ્મ સેવન સંઘ પ્રયનીક (સંશદ્રોહ)