________________ 322 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહેવાય છે માટે તે દર્શન મેહનીય બાંધે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે-સાધ્વી સાથે મૈથુન કરનાર મિથ્યાત્વમેહને બાંધે છે. અન્યથા તે દુર્લભબધી શી રીતે? ગાથા આ પ્રકારે છે :" सेजइ चउत्थभगे, चेइयदव्वे य पवयणुडडाहे / रिसिधाए अ चउत्थे, म्लग्गी वोहिलाभस्स // " સારાંશ સ્પષ્ટ છે. મહમિથ્યાત્વના કારણે જીવમાત્ર મૈથુનને અનાદિથી સેવતે આવ્યું હોવાથી ત્યાજ્ય છે. જીવને તેવા સંસ્કાર પડેલા છે માટે જીવની સાથે જ રહેનાર છે. આ પ્રમાણે ચોથા અબ્રહ્મ આશ્રવનું સ્વરૂપ કહ્યું છે. મૈથુનની સ્પષ્ટતાવાળા પર્યાયે કેટલા? અને ક્યા ક્યા? પહેલાના ત્રણ આશ્રવની જેમ આ આશ્રવને પણ જુદા જાદા શબ્દોથી પરિપુષ્ટ કરે, અર્થાત તેની તલસ્પર્શી વ્યાખ્યાઓ સમજાવીને માનવ માત્રને મૈથુનકર્મની ભયંકરતા બતાવી આપે તેને પર્યાય કહેવાય છે. “આશ્ર ભવહેતુઃ સ્થાત્ " એટલે કે આવભાગને આશ્રય લે તે ભવપરંપરાને વધારવા જેવું છે. કેમ કે આશ્રવ અને સંવર બંને પ્રતિસ્પધી શબ્દ છે. જેના હૈયામાં આશ્રવની આરાધના હશે ત્યાં સંવરની વિદ્ય માનતા અને સંવરની હાજરીમાં આશ્રવની વિદ્યમાનતા હેઈ