________________ 324 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આવે ત્યાં સુધી પુણ્ય માર્ગોની પ્રાપ્તિથી વિશેષ ફાયદો થાય તેમ નથી. (1) અહિંસક બનતા પહેલા હિંસાના માર્ગો છેડવાના રહેશે. I , (2) સત્યવાદી બનતા પહેલા મૃષાવાદને સમજ અને ત્યાગ નિતાંત આવશ્યક છે. મૃષાવાદના ત્યાગ પહેલા કોધ-લેભ-ભય અને હાસ્યને દેશવટો દીધા સિવાય તેને ત્યાગ અસંભવ છે. . (3) ચેરી કરવાના માર્ગો, પ્રકારો અને સંકલ્પના ત્યાગ વિના અચૌર્યવ્રતની આરાધના શી રીતે થશે? | (4) બ્રહ્મચર્યને પાકે શત્રુ મૈથુન છે. માટે તે બંને એક સાથે રહી શકે તેમ નથી માટે આઠ પ્રકારના મૈથુનને ત્યાગ અતીવ જરૂરી છે. તે પહેલા બ્રહ્મની કલ્પના વાંઝણી રહેશે. બ્રાહ્મણપુત્ર કાશી જઈને પણ ભણતરને લેપિ રહે તે તેને ઢ' કહેવામાં આવે છે. વાણીયાને બેટો મુંબઈ આવીને લાખના બાર હજાર કરે તે ગામના માણસે કહેશે કે “આ ભાઈના બાર વાગી ગયા છે. મતલબ કે સારામાં સારૂં સ્ટેજ પ્રાપ્ત થઈ ગયું હોય તે તેને સદુપયોગ કરવામાં ઈશ્વરને આશીર્વાદ મળશે અને આત્માને પરમાત્મા, જીવને શિવ, નરને નારાયણ, ખુદને ખુદાપદની પ્રાપ્તિ થતાં સંસારના કારાગૃહમાંથી તેને છુટકારો થશે. વેદ, વેદાન્ત, ઉપનિષદુ, બૌદ્ધ અને જૈનાગમના મતે પણ અનેક ભવમાં અનેક