________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 325 જીના આશીર્વાદ મેળવેલે ભાગ્યશાળી જ મનુષ્યાવતારને મેળવે છે, અને અનહદ પુણ્ય પાર્જન તથા સત્કર્મોના કારણે જીવન સુખમય બને છે. આ બધી પરિસ્થિતિ જોયા પછી જ આ અવતારમાં અબ્રહ્મ (મૈથુન, દુરાચાર, વ્યભિચાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન) આદિના માર્ગે જવા કરતાં બ્રહ્મ એટલે આત્માની ઉપાસના કરવી હિતાવહ માર્ગ છે. કેમ કે તેની ઉપાસના મનુષ્યભવ સિવાય બીજા એકેય ભવમાં બની શકે તેમ નથી. પાપ પ્રચુર નારકે પાપ કર્મોને ભેગવવામાં, પુણ્ય પ્રચુર દેવે ભેગ વિલાસમાં બેમદ મસ્ત હોવાથી આમેન્નતિને નકશે તેમની પાસે મુદ્દલ હોતું નથી. તિર્યંચે અવિવેકી હોવાથી બ્રહ્મની સાધના માટે લાયક નથી. જ્યારે મનુબે જ સબુદ્ધિ સમ્પન્ન હોવાથી આત્માનું કલ્યાણ કરી શકે છે. અને જે તેમ ન થયું તે “દી લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે...” આવી સ્થિતિ થયા વિના રહે તેમ નથી. પ્રસ્તુત પ્રકરણ મૈથુન નામે ચોથા આશ્રવનું છે. તેથી તેની વિચારણા સૂત્રોનુસાર કરીએ. જેના 30 સંખ્યાના પર્યાયે ક્રમશઃ નીચે મુજબ છે : (1) અબ્રહ્મ છે, જેનાથી, જેમાં બ્રહ્મ નથી, બ્રહ્મની પ્રાપ્તિ નથી અને બ્રહ્મમાં પ્રવેશ નથી, તેને અબ્રહ્મ કહેવાય છે. સાધારણતયા આત્મા, પરમાત્મા, તપ અને આગમ (દ) બ્રહ્મ શબ્દથી વાચ્ય બને છે. જે અબ્રહ્મના કારણે આ ચાર અર્થે આવૃત્ત થાય છે તેમાં મુખ્ય કારણ મૈથુન છે. એટલે કે તેના સંસ્કારોને પિષવા, વધારવા, ઉદીર્ણ કરીને