________________ 314 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પણ તેમાંથી છટકી શક્યા નથી, બલ્ક બેટી ચર્ચાઓમાં પડીને જીવનને ધૂળધાણ કર્યું છે. આવી સ્થિતિમાં જૈન શાસનના સ્વામીઓએ કાર્ય અને કારણનું તલસ્પશી દર્શન અને તેનું પ્રરૂપણ આ પ્રમાણે કરતાં કહ્યું કે જન્મ અને મરણથી સર્વથા મુક્ત થવું આ કાર્ય છે, તે તેનું કારણ પણ હોઈ શકે છે. કર્યું કારણ હશે? આ પ્રસ્તુત જૈનાગમ જ આપણને કારણ બતાવે છે. જ્યાં સુધી જીવનના કેઈ અણુમાં પણ મૈથુન કર્મના સંસ્કાર વિદ્યમાન હોય ત્યાં સુધી તેના જન્મ-મરણ મટવાના નથી. હવે આ વાતને વિસ્તારથી જાણીએ - - (1) જન્મ - અનાદિ કાળના આ સંસારમાં પ્રત્યેક જીવાત્માઓએ અનંતવાર જન્મ લીધા છે, તેમાંથી કેટલાક જન્મે તે એક ક્ષણે જમ્યા અને બીજી ક્ષણે મર્યા જેવા થયા છે. જન્મ લેવાને સર્વથા અનિવાર્ય એટલા માટે છે કે આત્માના એકેક પ્રદેશમાં અનંતાનંત કર્મોની વર્ગણ ચૂંટેલી હેવાથી જે સમયે જે જીવાત્માઓની સાથે રાગાત્મક કે ષાત્મક કાણાનુબંધને ભેગવવાના હોય છે, ત્યાં જ જન્મ ધારણ કરવાનું રહે છે. કર્મસત્તા બળવતી હોવાથી જીવ વિશેષને માટે પણ જન્મ લીધા વિના ચાલે તેમ નથી. કેમકે પ્રારબ્ધ કર્મો અવશ્યમેવ ભેગવવા જ પડે છે. માયાનુ બંધન વિચિત્ર હેવાથી આ ભવ પહેલાંના અનંત ભવેની સ્મૃતિ આપણને થતી નથી. તેથી ગતભમાં આપણે કણ હતાં? મા-બાપ કેણ હતાં? અને તે ભવની માયા આજે કેણુ જોગવી રહ્યા છે, ઈત્યાદિ વાતની જાણકારી આપણી પાસે