________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 317 કારણભૂત બને છે. જન્મવા કરતાં મરવું વધારે કષ્ટદાયી હોય છે. પણ બાલ્યકાળ અને યુવાકાળમાં મૈથુન દ્વારા મર્યાદાતીત શક્તિને નાશ કરી પિતાના મૃત્યુને જાણીબુઝીને બગાડનારાઓ રીબાઈ રીબાઈને મરે છે. મૈથુનાસક્ત જીવને પિતાની સ્ત્રીની કુક્ષિમાં રહેલા ગર્ભની હત્યાને કે જમ્યા પછી આંધળા, મગજના ખરાબ કે ગાંડપણને પ્રાપ્ત થયેલા સંતાન પ્રત્યે દયા રહેતી નથી. આ પ્રમાણે જે ભાગ્યશાળીઓ બીજા જીવને મારવાનો માર્ગ ન છોડે તે તેમને પણ આવનારા ભામાં બચાવનાર કંઈ પણ મળી શકે તેમ નથી. સામેવાળાની કે પાડોશીની માલ-મિલ્કત ઉપર નજર બગાડીને, માયાજાળમાં ફસાવીને તેને તેવી રીતે પાયમાલ કરે જેથી તેના બાળ બચ્ચાઓને તથા તેમની પત્નીઓને ભૂખે મરવાના દિવસે જેવા પડે. એક ઝાટકે મારવાવાળાઓ કરતાં બીજાઓને દુઃખી બનાવી રીબાતા રીબાતા મારવા મહાપાપ છે. તેથી જ આવા જીનું વારંવાર મૃત્યુ થાય છે. રોગ રોગગ્રસ્ત માનવના જીવનમાં પૂર્વભવીય અસાતાવેદનીય કર્મના ઉદયને વિચાર કરે અસ્થાને નથી. પણ ભૂલવું ન જોઈએ કે એક કર્મના ઉદયમાં બીજા કર્મોને કે તેમની ઉત્તર પ્રવૃતિઓને સથવારે (નિમિત્ત કારણો) મળ્યા વિના રહેતું નથી. આયુષ્ય કર્મને છોડી બાકીના સાતેય કર્મો પ્રાયઃ કરી એક સાથે જ બંધાતા હોવાથી માનવના જીવનમાં મેહકમર, માયાકર્મ, વેદકર્મ તેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોના નિમિત્ત નકારી શકાતા નથી. જેમ કે બાલ્યકાળને ત્યાગ કરી