________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 313 મૈથુનકર્મી આત્મા પ્રકારાન્તરે પણ કેટલાય જીને શત્રુ બનતે હેવાથી ઉદ્ઘલેક, પાતાલલેક અને તિર્યકરૂપ સંસારનું પરિભ્રમણ ઘટતું નથી પણ વધવા પામે છે. કિલષ્ટ અધ્યવસાયેથી કરાયેલા કેટલાક પાપનું ફળ સે વાર, હજાર અને લાખો ગણું વધારે હોય છે. એટલે કે વિવેક અને દયા બુદ્ધિ વિનાનું પાપ જે થાય છે, તેની નિકાચના પણ જોરદાર હોવાથી તેમાંથી છુટવું સૌ કોઈને માટે સરળ હોતું નથી. હજારે પ્રકારે દાન-શિયળ–તપ અને શુભ ભાવનાઓથી પ્રાપ્ત થયેલા મનુષ્યાવતારને મિથુનરૂપ કીચડમાં ફસાવવું હીર વેચીને કાચ ખરીદવા” જેવું છે. કેમકે તેમાં દ્રવ્ય મન રચ્યુંપચ્યું હોય કે ભાવમન (સૂમમન) રચ્યુંપચ્યું હોય, ભગવેલી રાત્રિએ કે હવે પછીની રાત્રિઓની થોડી ઘણી સ્મૃતિ પણ રહેતી હોય, ત્યાં સુધી તેના સંસ્કારો ગમે ત્યારે પણ જીવાત્માને દુર્ગતિ તરફ પ્રસ્થાન કરાવી શકશે. આવી સ્થિતિમાં તેનાથી થતાં અગણિત પાપથી ઘેરાયેલા આત્માને મુક્તિને માર્ગ મળ સરળ નથી. જન્મ-જરા-મરણ–રોગ-શેકાદિનું મૂળ કારણ મૈથુન છે. બેલવામાં, ચર્ચા કરવામાં કે બીજાને શિખામણના બે શબ્દો કહેવામાં માનવમાત્રની ધ્વનિ તથા પ્રતિધ્વનિ એક જ હોય છે અને તે એ કે જીવ માત્રના જન્મ-મરણના ફેરા ઓછા થાય કે હંમેશને માટે તેનાથી છુટી જવાય તે માટે તકે–વિતર્કો, ઉદાહરણે અને છેવટે શાસ્ત્રોના પાનાઓની સાક્ષી પણ દેવામાં આવે છે, પણ શાસ્ત્રોની કહાઈ દેવાવાળાઓ