________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 311 કહેવાય છે. આ પ્રકારે ત્રણે વ્યક્તિઓને મહકર્મનું ઘેલું લગાડનાર અબ્રાની વાસના છે. તપ, સંયમ અને બ્રહ્મચર્યધર્મને વિનકારક મૈથુન છે. આંખોમાં ચંચલતા, બેલવામાં ચાલાકી તથા વેશ પરિધાન અને મુખને ભપકાદાર બનાવવાની વૃત્તિ, પરસ્પર સ્નેહની ગાંઠમાં બંધાઈ જવાની તૈયારી તથા બીજાનું આકર્ષણ થાય તેવા પ્રકારની રહેણી-કરણીમાં, મૈથુનની ભાવના નકારી શકાતી નથી. બાહ્ય તથા અત્યંતર તપ, સંયમી જીવન તથા બ્રહ્મચર્ય જીવનમાં વિદન કરનાર મૈથુનભાવ છે. સારાંશ કે આત્માની ઉન્નતીમાં મુખ્ય ભાગ ભજવનાર, તપ, સંયમ અને બ્રહ્મચર્યમાં શિથિલતા, બેદરકારી, આલસ્ય અને પ્રમાદને આમંત્રણ દેનાર મૈથુન છે. આત્માને કેવળજ્ઞાનની ભૂમિકા બતાવનાર સમ્યફચારિત્ર છે. તેને અર્થાત્ સમચારિત્રને ક્રમશઃ વિનાશ કરવામાં, તથા શનૈઃ શનૈઃ મન્દ, મન્દતર અને મન્દતમ બનાવવામાં મૈથુનના સંસ્કારોથી ઉદ્ભવેલી વિકથા, કષાયભાવ, અતિ આહાર, ગરિષ્ઠ આહાર, શૃંગારપ્રિયતા આદિના કારણોથી ચારિત્રને હાનિ પહોંચે છે. કાયર પુરૂષથી જેનું સેવન થાય તે મૈથુન કહેવાય છે. જે શરીર, ઈન્દ્રિયો અને મનથી કમજોર હોય, તેવા કાયર પુરૂષોને અહીં લેવાના નથી, કેમ કે તેમના જીવનમાં કયારેય ઉત્તમ કાર્યો માટે ઉત્સાહ આવતું નથી, કદાચ આવે તે ટકવાનો નથી, કદાચ ટકે તો તેના સ્વાદુ ફળ મળી શકે તેમ નથી. માટે જે હૃદયથી, આત્માથી અને સમ્યગજ્ઞાન કે સમ્યક્રચારિત્રથી કમજોર હોય,