________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 309 કાદવમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આ પ્રમાણે મૈથુનકર્મમાં ફસાઈ જતાં વાર લાગતી નથી, પણ તેમાંથી છૂટકારો મેળવે કષ્ટસાધ્ય કે અસાધ્ય છે. આત્માને, બુદ્ધિને, જ્ઞાનવિજ્ઞાનને તથા ખાનદાનને કલંકિત કરનાર છે. સત્કર્મ તથા પુણ્ય પવિત્ર માર્ગ પર આવતા જીવાત્માને સદૈવ અવરોધ કરનાર આ પાપ છે. પનક–પાણીમાં થનારી સેવાળમાં કદાચ ફસાઈ ગયા હેઈએ તે તેમાંથી છુટકારો મેળવવામાં પણ સરળતા નથી, તેવી રીતે મૈથુન પાપ પણ સેવાળ જેવું હોવાથી, તેમાંથી બહાર નીકળવામાં અપવાદ સિવાય સૌને માટે કઠિન છે. પાશ એટલે બંધન. મજબુત દોરડાથી બંધાઈ ગયા પછી જીવ વિશેષ પણ તેમાંથી બહાર આવી શકતો નથી. તેવી રીતે મૈથુનકમની લાલસા પણ જીવાત્માને માટે મહાભયંકર બંધન સ્વરૂપ છે. જાણતાં કે અજાણતાં, દુષ્ટ બુદ્ધિથી કે સરળ બુદ્ધિથી, ઈચ્છાથી કે અનિચ્છાથી મિથુનકર્મના માર્ગે પગ મંડાઈ જતા વાર લાગતી નથી, પણ તેને છેડવામાં ભવના ભવ બગડ્યા વિના, સત્કર્મો નેસ્ત નાબુદ થયા વિના, અને પુણ્યકર્મોથી હાથ ધોઈ નાખ્યા વિના બીજે માર્ગ નથી. જાળમાં પશુ પંખીઓને ફસાઈ જવામાં વાર લાગતી નથી, તેવી રીતે પાંચે ઈદ્રિયેની ગુલામીવશ સંસારની રંગીલી માયામાં ફસાઈને પિતાનું જીવન ધૂળધાણું કરે છે અથવા વિના મતે મરે છે. આ કારણે જ મૈથુન, કાદવ સેવાળ, પાશ અને જાળ જેવું છે..