________________ 308 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ધૂર્ણ નામની રાણીઓ, પટ્ટરાણુઓ છે. આવી સ્થિતિમાં પણ શંકર ભીલડીની પાછળ દેડ્યા છે, બ્રહ્માજી પિતાની પુત્રીની પાછળ, ઈન્દ્ર મહારાજ અહલ્યા નામની તાપસીની પાછળ, સૂર્ય નારાયણ ચાર પગની તિર્યંચ ઘડીની પાછળ અને ચદ્રમા તે પિતાની ગુરૂ પત્નીની પાછળ પાગલ બન્યાની વાતે પુરાણું કહી જાય છે. આવી સ્થિતિમાં તેઓ પરમાત્મા શી રીતે હોઈ શકશે? ગુરૂકુળવાસ વિનાના મનુષ્ય પણ મહાન તપશ્ચર્યાઓ દ્વારા મેળવેલી ખ્યાતિને કામદેવની ઉપસનાના કારણે નાશ કરી શક્યાના હજારે ઉદાહરણે આપણી જીભ ઉપર રમી રહ્યાં છે, તેથી જ વૈરાગ્યવાસિત ભર્તુહરિને પણ હાથ ઝાટકીને કહેવું પડયું કે मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः केचित्प्रचण्ड मृगराजवधेऽपि दक्षाः / किन्तु ब्रवीभि बलिना पुरतः प्रसह्य, कन्दपंदपदलने विरला मनुष्याः / / અર્થ-હાથીઓના માથા ફાડવાવાળા, પ્રચંડ સિંહને ભેદી નાખનારા ઘણું છેપણ છાતી ઠોકીને કહેવાદે કે તેઓ બધાય ઈન્દ્રિયેના ગુલામ હેઈને કામદેવને જીતી શક્યા નથી. પંકપનક-પાશ અને જાળની ઉપમાવાળું મૈથુન કમ છે. પંક એટલે મહાનકર્દમ-કાદવમાં ચાલવાવાળા માન ગમે તે સાવધાન હશે, તે પણ પ્રમાદવશ પગ લપસી પડતાં શરીર અને વસ્ત્રો બગડ્યા વિના રહેતા નથી. કદાચ