________________ 310 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માનવમાત્ર સન્માર્ગમાં, ઈન્દ્રિપર પ્રભુત્વ મેળવવામાં, લજજાળુતામાં, વિનય-વિવેકમાં ત્યાં સુધી જ સ્થિર રહે છે કે જ્યાં સુધી મદમાતી સ્ત્રીઓની દેહલતા, કટાક્ષ (આંખની વક્તા) હાસ્ય પુર્વકના મુખકમળ, કે તેની વિલાસવતી ચાલને જેતે નથી, મતલબ કે પુરૂષને માટે સ્ત્રી અને સ્ત્રીને માટે પુરૂષનું આકર્ષણ થયું હોતું નથી, ત્યાં સુધી પુરૂષ સન્માર્ગે સ્થિર છે. સ્ત્રી-પુરૂષ નપુંસદ લક્ષણ આઠે પ્રકારના મૈથુનાભિલાષમાં મૂળ કારણ વેદકર્મ છે. વેરાતિ મુઢિ રાધારમાનનિતિ વેઃ " જેનાથી, અનંત શકિતસંપન્ન આત્મામાં ચંચલતા, મૂઢતા, વ્યાહતા ઉપરાન્ત પુરૂષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરૂષનું આકર્ષણ થાય તે વેદકર્મનું કાર્ય છે, તેમાં સ્ત્રી પુરૂષ અને નપુંસકરૂપ માનવ ત્રણ પ્રકારે છે. પુરૂષના રૂપરંગ, શરીર સૌષ્ઠવ, બોલવા ચાલવાની મધુરતા, કેશ અને વેષપરિધાનની મેહકતા જોઈને તેના પ્રત્યે સ્ત્રીને મેહ જાગે તે સ્ત્રીવેદ છે. તેનાથી વિપરીત, સ્ત્રીની મહકતા પર જે મુગ્ધ થાય, તેના સહવાસની ઝંખના જાગે, ગમે તે ઉપાયે તેને વશ કરવાના પ્રયત્નને પ્રારંભ થાય તેમાં પુરૂષદ કામ કરી રહ્યો છે, તથા બંને પ્રત્યે જે પિતાને મેહ કાબુમાં રાખી ન શકે, એટલે કે તે બંનેને સાથે કામ કીડાની તીવ્રતા રહે તેને નપુંસકવેદને ઉદય