________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 275 અરિહંતના શાસનની એટલે તેમના પ્રરૂપેલા સ્થળ અદત્તાદાન વિરમણવ્રતની અવહેલના કે આંખ મિંચામણા જ્યારે કરવામાં આવે છે ત્યારે જ શાસન વિરૂદ્ધ કાર્યો કરવામાં કેવળ પૈસા-પૈસા અને પૈસાની આમદાની સિવાય બીજું એકેય લક્ષ્ય તેમનું રહેતું નથી. તેને ખબર છે કે સામે વાળે ચેર છે, તેને વ્યાપાર-ધર્મ કે વ્યવહાર રાજ્ય વિરૂદ્ધ છે તે પણ તેમનાથી બે પૈસાનો ફાયદો થતો હોય તે તેમને સત્કારવા, માનપત્ર દેવું, સમાજ વચ્ચે તેમની બિરૂદાવલી ગાવી વગેરે કાર્યો કરવામાં સાક્ષાત્ અને પરંપરાએ ચૌર્યકર્મની અનુમોદના તથાકારિત દે રહેલા હેવાથી જૈન શાસન તેમને ચેર જ કહે છે. 12. ગેપન–અમુક સમય પસાર કરવા માટે ચારને છુપાવી દેવામાં આવ્યું હોય, તે પણ બીજાઓને કહેવું કે તે ચેર મારે ત્યાં નથી. વધારામાં કહેવું કે “હું તે કેલસા કે લાકડાને વ્યાપારી હોવાથી મારે અને ચેરને શે સંબંધ? ચાર ચેરી કરે તે હીરા બજાર, મોતી બજાર, સુવર્ણ બજાર કે ચાંદી બજારમાં રખડતે હોય છે, મારે ત્યાં શા કારણે આવે? " આમ કહેવું તે ગોપન છે. 13. ખંડખાદનચેરી કરીને માલમત્તા સાથે આવેલા એને મિષ્ટાન્નપાન ખવડાવવા માટે ટી–પાટએ ગેડવવી ઈત્યાદિ કા ખંડખાદન કહેવાય છે. સારાંશ કે ચોરી કરવા વાળાઓની સાથે જમવા બેસવું તેમાં પણ ચૌર્યકર્મને દોષ લાગે છે.