________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 293 સમુદ્રમાં ઠલવાતાં ભરતી આવે છે. તેવી રીતે સંસારવતી જીના જીવનમાં ક્રોધ, માન, માયા અને લેભ નામના ચાર પાતાળ કળશા છે, જે તૃષ્ણારૂપ વાયુથી પૂર્ણ છે. માનવના દુર્ગાનપૂર્ણ ચિત્તના સંક૯પોથી તૃષ્ણવાયુ ભડકે છે, તેફાને ચડે છે ત્યારે કષાયરૂપ જળ પ્રવાહ મર્યાદાને તેડીને જીવાત્માને ભારે કમી બનાવી લે છે. લાખ કરોડ ભવ ભવાન્તરરૂપ જળથી સંસારસાગર પૂર્ણ છે. સમુદ્રને જેમ અંત નથી તથા કેઈ કાળે પણ તેને અંત આવી શકે તેમ નથી, તેમ સંસાર પણ અંત વિનાને છે. કેમકે સમુદ્ર અનાદિ અને અનંત છે, તેમ સંસાર પણ છે. પરંતુ એક જીવની અપેક્ષાએ તે સંસાર અનાદિ અને મોક્ષમાં ગયા પછી સાન્ત છે. સમુદ્રની યાત્રા જેમ ઉદ્ધગજનક છે, તેમ સ્વકૃત કર્મોના કારણે આધિ-વ્યાધિ અને ઉપાધિને ભેગવનારને માટે સંસાર ઉદ્ધગજનક છે. સમુદ્રની જેમ સંસાર પણ અપાર છે. સમુદ્રમાં અગણિત માછલ્લાઓ, મગરમચ્છે છે તેથી તેની યાત્રા કરનારાઓને માટે કોઈક સમયે ભત્પાદક બની જાય છે. તેમ મોહ, માયા, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાય તથા અપ્રત્યાખ્યાનાદિના કારણે ઉપાર્જન કરેલા કર્મોરૂપ મગરમો અને તેમની ઉત્તરપ્રકૃતિ રૂપ મહામસ્યાના કારણે આ