________________ 296 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મિથ્યાત્વ, કુગુરુ, કુદેવ અને અસત્કર્મોન ઉપાસનાજન્ય દુરૂપી મહા પર્વતેથી સંસાર વિષમ બનેલ છે. પ્રવાહરૂપે અનાદિ કાળથી વિસ્તાર પામેલા કર્મોના બંધનથી ઉત્પાદિત કલેશરૂપી કીચડથી સંસારસાગર હુસ્તર છે, ચારે ગતિ રૂપ ગોળાકાર વેળાં છે જેમાં ભરતી આવવાથી અને જવાથી જેમ પાણી અહિ તહિ ભટક્યા કરે છે, તેવી રીતે જીવાત્માએ શ્વાસને પણ વિલંબ કર્યા વિના ભ્રમણ કરી રહ્યા છે. હિંસાજાડ–ચૌર્યકર્મ-મૈથુન અને પરિગ્રહ આ પાંચે પાપને કરવાં– કરાવવા અને અનુમોદવાથી પ્રતિ સમયે બંધાતા સાતે કમેથી આક્રાન્ત બનેલા જ દુઃખરૂપ જળમાં ડૂબડૂબા થયેલા હેવાથી તેમના માટે સંસારસાગર અલભ્ય તલવાળે છે, જેમકે સમુદ્રનું તળ અદશ્ય અગોચર છે, તેમ ભારે કમી જીને સંસારને છેડે ક્યારે આવશે તેની ખબર નથી. માટે જ મન-વચન અને કાયાને રેગ-શેક સંતાપ-દુઃખદારિદ્રય-વિયેગ-ચિંતા આદિના દુખેથી તેઓ મુક્ત નથી. તેથી ઘડીકમાં સાતા અને ઘડીકમાં અસાતા ભગવતા જીવન પૂર્ણ કરે છે. અસંયમી જીવે અરક્ષિત રહેવાથી આહારસંજ્ઞા–ભય સંજ્ઞા-મૈથુન સંજ્ઞા અને પ્રરિગ્રહ સંજ્ઞામાં મસ્તાન બનીને ફરી ફરી સંસારની વૃદ્ધિ કરે છે. આ રીતે સાગર સદશ સંસારમાં પિતાના જ કરેલા પાપ, અપરાધે અને ભૂલના કારણે જ દુખી બનવા પામે છે..