________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 295 કર્મ જન્ય દુખેથી પીડિત થઇને રૂદન, મહારૂદન, છાતી ફાટ રૂદન કરવારૂપ મહાવાયુથી પરસ્પર અથડાતા અને ન ગમતા આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખરૂપ તરંગેથી સંસાર વ્યાકુલિત બનેલ છે. ભયંકર રૌદ્ર સ્વરૂપી પાંચ પ્રકારના પ્રમાદરૂપી મહામસ્યાથી સમુદ્રની જેમ સંસાર પણ વ્યાપ્ત છે. ' મિથ્યા જ્ઞાન, વિપરીત જ્ઞાન, સંશય જ્ઞાન, પૂર્વગ્રહગ્રસિત જ્ઞાનરૂપ મોટા માછલાઓ, પાંચ ઇન્દ્રિયેના 23 વિષયની ભેગ વાસનારૂપ મગરમચ્છ, ન કલ્પી શકાય તેવા અધિવ્યાધિ, માતા-પિતા, સ્ત્રી-પુત્ર, પરિવારને વિયેગરૂપ વડવાનલ સમાન સંસારસાગરમાં પિતાના કરેલા પાપના કારણે જીવ માત્ર ત્રાણ અને શરણ વિનાને હોવાથી અગણિત માનસિક-વાચિક અને કાયિક દુઃખ ભોગવી રહ્યો છે. દ્વિગારવ-રસગારવ અને શાતાગારવરૂપ જળચર જેના કારણે જીવાત્મા ભિન્ન ભિન્ન પ્રકારે માનસિક વ્યથા ભગવે છે અને સમ્યજ્ઞાન ન હોવાના કારણે જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોને ફરી ફરીથી ઉપાર્જન કરી રહ્યો છે. દોરડાથી બંધાયેલા કાષ્ઠના ભારાની જેમ જીવ પણ કર્મના દોરડાથી બંધાયેલા હોવાથી નરક ગતિઓમાં સતત પરિભ્રમણ કરી રહ્યા છે. ખિન્ન અને દુખિયારા બનેલા છ ઘડિક રતિમાં, ઘડિક અરતિમાં તેમજ સાતે પ્રકારના ભયેથી વ્યાપ્ત છે. શેકસંતાપથી ઉત્પન્ન થયેલ દૈન્યભાવ તેમને સતાવી રહ્યો છે.