________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 301 અસહાય હોવાથી તેમનું મનોબળ ભાંગી ગયું હોય છે તેથી સારા કાર્યો કરવા માટે સમર્થ બનતા નથી અને નઠારા કામે છેડી શકતા નથી. પરિણામે સૌને તિરસ્કાર, પરાભવ, અપમાન જ શેષ રહે છે, કોઈ પણ જાતની કળા, જ્ઞાન-વિજ્ઞાન તથા અહિંસાદિ સત્કર્મ રહિત હેવાથી જન્મજાત પશુ જેવું જ તેમનું જીવન હોય છે. આહાર, ભય, મિથુન અને પરિગ્રહાદ સંજ્ઞાનું જોર તેમનામાં વધારે હોય છે, પરિણામે તે સંજ્ઞા - એથી તુપ્ત થવાની આશાએ, ફરી ફરી નીચ કર્મો કર્યા વિના બીજો માર્ગ નથી. - નિન્દનીય, ગર્હણીય જીવન હોવાથી પ્રાયઃ કરી તેવાઓના મકાને ગામથી દુર જ હોય છે. ઈચ્છિત ભેજન, પાણી, મકાન, અમનચમનને તેમની સાથે રીસામણ કરેલા હોવાથી તેઓ સદૈવ નિરાશાને જ અનુભવ કરે છે, કપેલી વસ્તુ ચેરીમાં ન મળે, બીજી મળે, ઓછી મળે, સસ્તાભાવે વ્યાપારીને દેવી પડે, સંતાડવી પડે અને છેવટે પિતાને ભેગ ઉપભેગમાં ન આવે તે પહેલા જ પોલિસના હાથે સપડાઈ જાય કે ગમે ત્યારે પણ સપડાઈ જવાનો ભય રહે ત્યારે મુછાળા માનવેના જીવનમાં પણ નિરાશા હતાશા, ઉદાસીનતા લમણે હાથ દઈ આંખમાંથી પાણી ટપકાવોને અવસર આવી જતાં વાર નથી લાગતી, તે પછી તેવા ચેરને પણ નિરાશા સતાવે તે માનવા જેવી વાત છે. તેમ છતાં આશાના પાશમાં બંધાયેલા હોવાથી આજે, કાલે કે પરમદાહાડે, મહિને કે વર્ષે પણ આશા ફળશે તેવી આશાથી તેઓ જીવિત રહે છે.