________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 291 ફરીથી જમ્યા અને મર્યા, ઈત્યાદિ દુઓની પરંપરા તેનું નામ છે સંસાર. હવાના કારણે સમુદ્રમાં જેમ લહેર આવે છે, તેમ સંસારમાં મનગમતા પદાર્થોને વિયેગ તથા અણગમતાને સંગ રૂપ લહેરિયે સમયે સમયે સંસારી આત્માને ચંચળ બનાગ્રા વિના રહેતી નથી જે દુઃખ છે. સમુદ્રમાં સમયે સમયે મેટા મજા આવે છે, તેમ સંસારમાં જૂદા જૂદા કારણોને લઈ ભિન્ન ભિન્ન પ્રકારે શોકસંતાપ–માનસિક ચિંતા, કરૂણ વિલાપ, ઘરમાં કચ કચ, દંત કલેશ, મેટા અવાજે ઘાટા પાડવા અને વારે વારે બીજાઓના અપમાન, તિરસ્કાર સહન કરવા રૂ૫ ફીણથી યુક્ત મેજાએ રહેલા છે. સારાંશ કે-ચપાટીની પાળ પર બેસી સમુદ્રને જોઈએ તે એક પછી એક મેટા મેજ આવતા જ હોય છે, મતલબ કે તે વિનાને સમુદ્ર કવચિત જ હોય છે. તેમ સેંકડે, હજારે, લાખ તથા કરોડે ભવના ઉપાર્જિત કર્મોના કારણે માનવ જીવનમાં, શેક શમ્યા ન હોય અને સંતાપ વળગે છે, તે સમાપ્ત થાય તે પહેલા ચિંતા નામની ડાકણ ગળું પકડી લે છે. તે જાઉં જાઉં કરે તે પહેલા બીજાઓ સાથે વૈર-વિરોધ જાગી જાય છે, તે શમે તે ત્રીજા સાથે જીભાજોડી તૈયાર છે, આવી રીતે માનવ જીવન સદેવ ક્ષુબ્ધ જ હોય છે. પ્રચંડ પવનના ઝકેરે દરિયામાં મોટા મોટા તરંગો આવે છે. જેનાથી નાના–મેટા નાવડાઓ ડૂબી જવાની તૈયારીમાં