________________ 292 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આ જાય છે. મોટી સ્ટીમરે પણ ડામાડોળ થયા વિના રહેતી નથી. તેમ સંસારમાં પણ ચેરી-બદમાશી અને જીવ હત્યાદિના કારણે ઉપાર્જિત કરેલા વધારેલા અને નિકાચિત કરેલા જ્ઞાનાવરણીયાદિ કર્મોના કારણે જીવાત્માઓને બીજાઓ દ્વારા થતી નિદાઓ, માનસિક અકથ્ય વેદનાઓ, પીડાઓ, અનાદર, કઠોર અને કર્કશ વચને, તિરસ્કાર અને અવહેલના રૂપ કર્મોના ફળ ભેગવવાના હોય છે. તેવી સ્થિતિમાં પંડિત મહાપંડિત-માનવ પણ ક્ષુબ્ધ, કિંકર્તવ્ય મૂઢ થયા વિના રહેતું નથી. તે સમુદ્રમાં જેમ મોટા મોટા પાષાણે -ખડક હોય છે. જેના કારણે નૌકા ચાલક યદિ અણસમજુ છે તે નાવડીને, મુસાફરોને એકસીડેન્ટમાં લીધા વિના રહેતું નથી, અને સમજુ હશે તે બીજાઓને પૂછી ધાસ્તી અને ધાસ્તી વિનાના માર્ગોની જાણકારી મેળવ્યા પછી જ નાવડીને સમુદ્રમાં લઈ જશે અને મુસાફરોને કુશળક્ષેમ પાર કરશે. તેવી રીતે મનુષ્ય જીવનમાં પણ વારંવાર જન્મ લેનારૂપ મેટા પત્થરાઓ છે, જરા નામના ખડકે છે અને મરણરૂપ મહા પર્વત છે. કર્મોને ભારી બનેલે આત્મા સંસારસમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે. સમ્યગ જ્ઞાની હશે તે યાત્રાને સફળ બનાવશે અને તેનાથી વિપરીત હશે તે જીવન નાવડીને ડૂબાડીને પોતે પણ ડૂબશે. સમુદ્રમાં મોટા પાતાળ કળશાઓ છે, જે વાયુના વેગે ચલાયમાન થતા તેમાંનું અગાધ, અકલ્પનીય વારી પ્રવાહ