________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 287 બહાર આવી શકતા નથી. આટલા લાંબા કાળ સુધી નપુંસકવેદને ભેગવનારા તે જીવે માનસિક દષ્ટિએ પણ ભયંકર દુઃખી જ હોય છે. તિર્થશાવતારના દુખેનું વર્ણન: સૂત્રકાર ફરમાવે છે કે–તિર્યંચગતિના દુખે પણ નરક સમાન જ જાણવા. આ પ્રમાણે નરક અને તિર્યંચમાં રખડપટ્ટી કરતાં, એટલે કે-નરકમાંથી તિર્યંચ અને ત્યાંથી પાછા નરકમાં ભમતા લાખો-કરોડો અવતાર પૂરા થઈ જાય છે. મનુષ્યાવતારમાં ઘેરાતિર જૂઠ-પ્રપંચાદિ કાર્યો કરીને ભેગી કરેલી માયા પર જ્યારે મેહનું આવરણ આવે છે, ત્યારે તે ધનને જમીનમાં, પહાડ પર કે નદી-નાળામાં ખાડો ખેદીને દાટવામાં આવે છે. અને મરતી વખતે તેમાં મૂચ્છી રહેલી હોવાથી મારૂં ધન તથા ઝવેરાત કેઈ ઉપાડી ન જાય, તેવા અધ્યવસા માં મૃત્યુ પામેલે તે માનવી સર્ષ, ઉંદર, નેળીયા, વાઘ, વરૂં જેવા હિંસક અવતારે પ્રાપ્ત કરે છે, ત્યાં તેમને એકેય પૈસાને ઉપગ ભાગ્યમાં રહેતું નથી અને બીજા હિંસક જીવોથી બેમેતે મરે છે. ત્યાંથી નીકળીને કઈક સમયે મનુષ્યાવતાર મેળવવા ભાગ્યશાળી બને છે. પરંતુ કર્મોને ભારે વજનદાર હોવાથી તેને લઈ નીચ ગેત્ર અને અશુભ નામકર્મના ઉદયથી અનાર્ય, લે, શક, યવન આદિ હલકી જાતિઓમાં, કુટુંબમાં જન્મે છે. કદાચ આર્યભૂમિમાં ઉત્પન્ન થાય તે પણ ચંડાલ, ભંગી, ચમાર આદિ કુળમાં જન્મે છે. ત્યાં ધર્મ-કર્મના વિવેક,