________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 285 કાપી નાખો, બળતા લાકડામાં કે કેલસામાં નાખીને બાળી નાખે. કેમકે ઠેકાથી જંગલના જગલ મેલ લઈને ઘણી જાતના લીલા ઝાડ કપાવ્યા છે, તેના કેલસા પડાવ્યા છે, તે દ્વારા મેળવેલા દ્રવ્યથી મેવા મિષ્ટાન્ન ખાઈ કેવળ પિતાના પેટને જ પંપાળ્યું છે, તેની મેહમાયામાં, પરિગ્રહ લાલસામાં, વિષયવાસનામાં મસ્ત બની જે પ્રકારે જીવહત્યા, ચેરી, બદમાશી કરી પરજીને સતાવ્યા છે તેવી રીતે આ નારકને પણ બાળી નાખે. ઉપર પ્રમાણેના પરમાધામીઓના શબ્દો સાંભળતા પણ કંપારી આવે છે, તે બિચારા ધ્રુજે છે, હાડકાઓમાંથી પરસેવે, આંખમાંથી આંસુની ધાર નીકળે છે. પણ કર્મરાજાની બેડીમાં ફસાયેલા હેવાથી પરમાધામીઓથી શી રીતે બચી શકવાના હતાં? માટે ભયના માર્યા ચારે બાજુ દોડે છે, પટકાય છે. તેમ છતાં વેરઝેરના ભરેલા તે નાર કે પરસ્પર મારતા-મારતા જાય, એક બીજાને જીવલેણ ફટ ફટકારતા જાય છે. તેમનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમનું હોવાથી તેમને ત્યાં રહેવાનું સર્વથા અનિવાર્ય છે. કેમકે સૌ કરતાં કર્મસત્તા અતીવ બળવતી છે. મનુષ્યાવતારમાં રહીને ચેરી આદિને કરનારા જીવાત્માઓ ઉપર પ્રમાણેની નરકભૂમિની વેદનાઓને ભેગવી ત્યાંથી બહાર આવે છે અને તિર્યંચાવતારને પ્રાપ્ત કરે છે.