________________ 288 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ખાવા-પીવાની સભ્યતા ન હોવાથી તેમ બેલવા ચાલવામાં અમર્યાદિત હોવાથી તિર્યંચ જનાવરમાં અને તેમનામાં ખાસ ફરક પડતું નથી. માટે હિંસા, જૂઠ, ચેરી આદિના દુષ્કૃત્યોમાં રચ્યા પચ્યા રહેવાથી આઠે કમેને ફરી ફરીથી ઉપાર્જન કરે છે અને આવનારા ભવેમાં નરક અને તિર્યંચ અવતાર મેળવે છે. ચોરી કરનારા માનવે પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોમાં બંધાઈને ભવચક્રને વધારે કરે છે. સંસારને સાગરનું રૂપક શા માટે? ચૌર્યકમ દ્વારા સીમાતીત પાપાનુબંધી આત્માઓ ચાર ગતિરૂપ સંસારમાં ગ્રાઉન્ડના ફૂટબેલની જેમ રખડપટ્ટી અનિવાર્યરૂપે કરતાં જ હોય છે. તેથી અહિ સૂત્રકાર પોતે મહાકવિની ભાષામાં રૂપકાલંકારથી સંસારને સાગરની સાથે સરખાવવા માંગે છે. જેમ અલંકાર વિનાના માનવનું કે સ્ત્રીનું શરીર શોભતું નથી, તેમ ગદ્ય કે પદ્ય કાવ્ય પણ અલંકાર વિનાનું હશે તે કંઇક નિરસ લાગે છે, તેથી કવિઓ પિતાના કાવ્યને શબ્દાલંકાર કે અર્થાલંકારથી શણગારે છે. ત્યારે સારામાં સારા વ્યાકરણશાસ્ત્રીઓનું વ્યાકરણ જ્ઞાન કેટલું છે? તેની પરીક્ષા થયા વિના રહેતી નથી. જેમાં એક સમાન શબ્દ આવે તે શબ્દાલંકાર છે. જેમ કે સમવસરણ બેઠા, લાગે છે જિનજી મિઠ્ઠા, કરે ગણપ પઈદ્રા, ઈન્દ્ર ચન્દ્રાદિ દિઢા, દ્વાદશાંગી વરિદ્વા, ગૂંથતા ટાલે રિટ્ટા, ભવિજન હોય હિદા, દેખી પુણ્ય ગરિઢ. ''