________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 283 ભક્ષણથી પરમ દયાળુ અરિહંત પરમાત્માના શાસનની બેવફા દારી, શ્રીમંતાઈ કે સત્તાના અભિશાપે મહારાજે કે સાધ્વી મહારાજની કરેલી અવહેલના આદિના કારણેથી અનંતવર્ગણામાં ઉપાર્જન કરેલ ભયંકરતમ અસાતવેદનીય કર્મોને ભેગવવા માટે નરકભૂમિ સિવાય બીજું સ્થાન કર્યું? આ કારણે જ તે ભૂમિઓ દુઓની ખાણ સમી છે. ભાડભુંજાને ત્યાં ચણે સેકવાની ભઠ્ઠીમાં જે રેત હોય છે, તેના કરતા વધારે ગરમ નરકભૂમિ છે. જેથી તે બિચારા નારકે ચારે તરફ ઠંડકને ગતવા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ તરફ દોડાદોડ કરે છે. લેખંડના અતિ તીક્ષણ ખીલા જેવા કાંટા તથા ભીંતેમાં ધારદાર ભાલા ગાડેલા હોય છે. જેથી ક્યાંય વિશ્રામ લેવા માટેની અનુકૂળતા તેમના ભાગ્યમાં નથી. યત્ર-તત્ર-સર્વત્ર વિષ્ટા, મૂત્ર, પરૂ, લેહી, સડી ગયેલું માંસ, મરી ગયેલા દુર્ગન્ધ મારતા કૂતરા-શિયાળ, કાગ, ઉંદર તથા બીલાડાના કલેવરે પડ્યાં હોય છે જેની દુધ નાર કોને માટે અસહ્ય છે. પરંતુ નરકભૂમિની આયુષ્યમર્યાદા સુધીમાં પાપોદયના કારણે તેમને મદદ કે આશ્વાસન દેનાર કેઈ નથી. પિલીસેની કાળી ચેકીવાળી જેલમાં રહેલા અપરાધીની માફક નારકે પણ ત્યાંથી બહાર નીકળવા માટે સર્વથા અસમર્થ છે. આથી જ આયુષ્યકમને બેડીની ઉપમા સાર્થક બને છે. દેવયોનિ મેળવેલા પરંતુ અત્યન્ત પાપકર્મી પરમાધામી અસુરે, તેમને સાણ સામાં પકડીને, પીગળાવેલા સીસાની વૈતરણીમાં ફેકે છે,