________________ 274 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વગેરે બેસવા માટે આપવી તે આસનદાન કહેવાય છે. સમજાય તેવી વાત છે કે, અર્થ અને કામને રસિયે તે બંનેમાં કેટલે બધે જાગૃત રહે છે. અર્થ એટલે–પૈસા કમાવ, સુરક્ષિત રાખવે, વધારે, ઘટવા ન દેવે, ચેરની નજર ના પડે તેવા સ્થાને રાખ, અમુક દ્રવ્ય અને આભૂષણ ક્યાં સંતાડ્યાં છે તેની માહિતી ઘરના મેંબરોને પણ ન આપવી તે અર્થ પુરૂષાર્થ છે. કામ એટલે—શરીર અને ઇન્દ્રિયે સારી અને શસક્ત રહે, રૂપરંગ વિકસિત થાય, તેમાં વધારે થાય, પફ-પાવડર આદિથી ચહેરાની ચમક-દમક બની રહે, વિજાતીય (પુરૂષને માટે સ્ત્રી અને સ્ત્રીને માટે પુરૂષ)નું આકર્ષણ થાય તે રીતે અપટુડેટ રહેવું ઇત્યાદિ પ્રકારે રહેણી કરણ રાખવી તે કામ પુરૂષાર્થ છે. માનવ જ્યારે પિતાને ધર્મ-ખાનદાન, પૂર્વભવીય સત્કર્મો, જ્ઞાન, વિજ્ઞાન આદિને ભૂલી જાય છે, ત્યારે તેને અધર્મ–પાપને માર્ગ, ખાનદાન વિરૂદ્ધ આચરણ રાખવું, સત્કર્મોમાં ઘટાડો કરતાં જેવું, જ્ઞાન-વિજ્ઞાનનેદરૂપગ કરે. તે ઉપરાંત મહાપુણ્ય કમેં મળેલી ભરજુવાનીને પ્રારંભ કાળથી જ પાપમાર્ગે વાળવી ઈત્યાદિ કર્મોમાં તેનું મન પ્રસ્થાન કરે છે. તે સમયે મિત્રોને સથવારે પણ તે જ મળી આવે છે, કે મેળવવામાં આવે છે, જેથી તે તે કર્મોને કરવા માટે પૈસાની આવશ્યકતા નકારી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં તેઓ એરોની સાથે મિત્રતા રાખે અને સમય આવ્યે તેને સત્કાર કરે તે માનવામાં આવે તેવી હકીકત છે.