________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 273 કાર્યમાં રસ મુદ્દલ હોતું નથી અને જ્યાંથી પિતાને સ્વાર્થ સધાય કે શ્રીમંતાઈમાં વધારો થાય તેવા પ્રોગ્રામમાં ધર્મ પત્નિ, પુત્ર આદિની બિમારીમાં બેદરકાર રહીને પણ સૌથી પહેલા ભાગ લેશે. ગામડાઓમાં જશે, ચોરને મળશે, તેમને બીડી સિગારેટ પીવડાવશે, હટલમાં લઈ જશે, ખવરાવીને તેમને પ્રસન્ન કરશે અને છેવટે વિશ્વાસમાં લેવા માટે તેમના પગે હાથ લગાડીને પણ કહેશે કે-“અત્યારે રાજનીતિ અવળા માગે ગયેલી હોવાથી ચેરીના કામમાં ઝંપલાવવા જેવું નથી, સરહદના સિપાઈઓને તથા આવકવેરાના માણસોને ભય વધી ગયે છે, તેમ છતાં ભય જેવું દેખાય તે મારી દુકાનના પાછલા માર્ગે આવીને માલના બંડલે ફેકી જજે, તે માટે મારા પ્રત્યે કઈ જાતને અવિશ્વાસ રાખશે નહિ, તમારા માલને મારા માલમાં ભેગું કર્યા પછી, જયપુર–અમદાવાદમુંબઈ-લખનઉ કે દિલ્હીના ગુપ્તચરે કદાચ આવશે તે એક ટેબલ પર બેસાડીને શરાબની બેટેલે તેમનું સ્વાગત કરશે. તાજ મહેલ હોટલમાં તેમને જમાડીશ, આગતા સ્વાગતામાં ખામી રાખીશ નહિ, જેથી માલને આંચ આવશે નહિ. માટે રતિમાત્ર ચિંતા કર્યા વિના મારું માની લેજે. છેવટે 5-25 ભગવાનના સેગન ખાશે, પિતાને ગળે હાથ લગાડીને વિશ્વાસમાં લેશે. આ બધા કાર્યોમાં અર્થ અને કામ પુરૂષાર્થમાં કેટલી શક્તિ રહેલી છે તે સાફ દેખાઈ રહ્યું છે. આસનદાન–ચાર લેકે પ્રસન્ન રહે તે માટે તેઓ જ્યારે બજારમાં આવે ત્યારે તેમને આસન, ખુસી, સાદડી, શેતરંજી