________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 277 ઉપર પ્રમાણે ચોરના 18 પ્રકારો બતાવવામાં આવ્યા છે. તેઓ સપડાઈ ન જાય તે માટે જંગલમાં જીવન પૂર્ણ કરે છે. કઈ સમયે તેમના હાથ-પગના આંગળા પણ કપાઈ જાય છે. પાણીના અભાવમાં તરસ્યા રહે છે, પાછું–પાશું કરતાં મરી પણ જાય છે. વસ્ત્રો સાવ ફાટી ગયેલા હોવા છતાં બીજા ખરીદી પણ શકતા નથી. પકડાઈ ગયા પછી રાજા તેને મારી નાખવાને આદેશ આપે છે. ત્યારે અત્યન્ત કર્કશ અવાજ કરનારા ઢેલ કૂટવામાં આવે છે. કેમ કે પ્રત્યેક સંકેતને સૂચવનારા ઢેલ જૂદી જૂદી જાતના હોય છે. ભગવાનની ભક્તિ માટે ઢેલ, રાજ દરબારના સમયને ઢેલ, રાજા આદિ મોટા માણસોને જગાડવા માટેને ઢેલ, મહાત્મવાદિને ઢોલ તથા કોઈને ફાંસી (વધસ્થાન) દેવાની હોય ત્યારે ઢેલ. આ બધાયમથી અત્યારે વધસ્થાન માટેને ઢેલ વાગતા જ રાજ, કર્મચારીઓ, નગરવાસીઓ પોત પોતાના ઘેરથી બહાર આવે છે અને રાજદ્વારે ભેગા થાય છે, તે બધાય ચેરને પકડીને શૂળી સ્થાને લઈ જવાના ચિહ્ન સ્વરૂપ લાલ કણેરની માળા ગળામાં નાખે છે અને તે સમયના બે વસ્ત્રો પહેરાવે છે. તેને પકડીને લેકે મારે છે, ઠંડા ફટકારે છે, ગાળે ભાડે છે. તે સમયે મરણના ભયથી બિચારે ચાર ત્રસ્ત, દયાપાત્ર અને આખા શરીરે પરસેવાવાળો થઈ જાય છે. આવી સ્થિતિમાં પણ તેના શરીરે ચૂને ચોપડે છે, રસ્તાની ધૂળથી તેમનું માથું ભરાઈ જાય છે, કૌમુંબી રંગથી તેમના વાળ રંગે છે ત્યારે એ સમજી જાય છે કે હવે અમે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યાં છીએ. ત્યારે તેમના મગજ,