________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 269 " (3) મંત્રી–આગળ પાછળને વિચાર કર્યા પછી ગેરેને સંમતિ આપે છે, એટલે કે–તમે જાઓ, શકુન સારા છે, તે બાજુના માર્ગે જજે, ઈત્યાદિ. (4) ભેદજ્ઞ-આજે અમુક લત્તામાં, અમુક મકાનમાં જજે અને ઘર માલિક સૂતે હોય ત્યારે મકાનની બાજુથી ઉપર ચડજો અને બોલ્યા ચાલ્યા વિના અમુક કબાટમાંથી આભૂષણે ઉઠાવી લેજે. (5) કાણકક્રયી–ચારેલ માલ-ઝવેરાત આદિને સસ્તા ભાવે લેનાર. (6) અન્નદ–પિતાને ઘરે બેસાડીને, ખાવા-પીવાનું આપનાર. (7) સ્થાનપ્રદ-ડા દિવસ માટે ચારને પિતાના ઘરે સંતાડી દે છે. મતલબ કે, ચેરી કરવી, બીજા પાસે કરાવવી, કરનારને સહાયક બનવું. આ ત્રણે પ્રક્રિયામાં ચૌર્યકર્મના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બીજી રીતે પણ ચોર અઢાર પ્રકારે હોય છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ એરોની 18 પ્રકારની સંખ્યા કહી છે. 1. ભલન–એટલે ચોરી કરનારાઓની જમાત સાથે અંદરખાનેથી મળી જવું, અને બહારથી જૂદા રહેવું, તે ભલન છે. અથવા બહારથી શાહુકાર તરીકે છાપ રાખવી અને