________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 267 જેની નોકરી કરે છે, ત્યાં નમકહરામ બનીને ગમે તે રીતે પણ શેઠને ખાડામાં ઉતારી દેશે. શેઠની ઓફિસમાં બેસીને પણ પિતાને ખાનગી ધંધે કરશે તથા ઓફીસમાં સાથે કામ કરવાવાળી બહેનની આંખ ચોરશે. શાક-ભાજીથી લઈને બીજા પણ હિસાબ કિતાબમાં ગોટાળા કરશે. માલિકને પૂછ્યા વિના એફીસની ઘણી વસ્તુઓની ચોરી કરશે. જે આગળ જઈને મટી ચેરીઓનું મૂળ કારણ બને છે. જેનાથી સ્પર્શેન્દ્રિયને ભડકાવવામાં આવે તેવી પરસ્ત્રીઓમાં, કન્યાઓમાં, સહપાઠનીઓમાં, તેમનું મન લુબ્ધ બને છે ત્યારે ગમે તે નિમિત્ત ઉભું કરીને તેમના સ્પર્શ પ્રત્યે ઝંખના રાખે છે. અને તે કાર્યો પૈસા વિના બનતા નથી. માટે ચેરી કરવાને રસ્તે જ શેષ રહે છે. પારકાનું ધન કાચા પારા જેવું હેવાથી ચોરી કરીને, ધાડ પાડીને, વિશ્વાસઘાત કરીને, તેલ-માપ કે વ્યાજ વટાવના જૂઠાણુથી મેળવેલા ધનને વાપરવા માટે બીજો માર્ગ પ્રાયઃ કરીને ન હોવાથી પરસ્ત્રીરમણ, શરાબપાન અને જુગાર આદિના વ્યસને લાગુ પડ્યા વિના રહેતા નથી. માટે જ સૂત્રકાર કહે છે કે–તેવા પ્રકારના વ્યસનેમાં રહેલા જીવોને ચૌર્યકમ દ્વારા મેળવેલા ધનને ફરી ફરીથી પાપ માર્ગે નાંખવામાં આવે છે. તેમ છતાં કદાચ પરસ્ત્રીની પ્રાપ્તિ સુલભ