________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 265 નારક ની જેમ વેદના ભગવતા હોય તેમ લાગે છે. ચેરી, ધાડ, લુંટ અને ખુનામરકી દ્વારા મહા પાપને ઉપાર્જન કરેલા ચોરને યમરાજ જેવા સિપાઈએ લેખંડના, ચામડાના ધારિયાના ઘા કરી તેમને હેરાન પરેશાન કરવામાં તેમને પરમાધામીએની જેમ ખૂબ જ મજા આવે છે. સમય બદલાતા ડયુટી પર આવેલા બીજા સિપાઈએ થપ્પડ, મુઠ્ઠી, લાત અને કેરડાઓથી મારે છે, ત્યારે તે બિચારાઓની ચામડી પણ લટકતી થઈ જાય છે. આવી ભયંકર યાતનાઓને ભેગવતાં તેમની લઘુશંકા અને વડીશંકાઓ પણ બુદ્ધદેવના ક્ષણિક વાદની જેમ અદશ્ય થઈ જાય છે. ચોરે કેવા હોય છે? અને શા માટે ચોરી કરે છે? આર્ય સુધર્મા સ્વામીએ કહ્યું કે, હે જગ્ગ! નાની મોટી ચોરી કરવાની આદતવાળા માનવામાં પૂર્વભવને પાજોદય અને આ ભવમાં જ્ઞાન તથા વિવેક સંજ્ઞાને અભાવ હોવાથી મન અને ઈદ્રિને કોઈ કાળે પણ કાબૂમાં રાખી શકતાં નથી. માટે તેમના ભાગ્યમાં ઇન્દ્રિયની ગુલામી નકારી શકાય તેમ નથી. દેવદુર્લભ મનુષ્યાવતારમાં સૌથી પ્રથમ અને સૌથી વધારે પાપ ઈન્દ્રિયેના ભેગનું હોય છે. માનવ શરીર સાથે લાગેલી અથવા પિતાના પુણ્ય અને પાપના ભગવટા માટે પ્રાપ્ત થયેલી ઇન્દ્રિયે પૌગલિક હોઈને રસનેન્દ્રિયને ખારા, તીખા, મીઠા, ખાટા પદાર્થોની, સ્પશેન્દ્રિયને ઉષ્ણ, શીત, મૃદુ, કર્કશ, ભારી, હળવો આદિ પદાર્થોની, ચક્ષુરિન્દ્રિયને કાળા, ધળા, લાલ, પીળા રંગને જોવાની, શ્રવણઈન્દ્રિયને મનગમતા