________________ 264 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કારાગૃહમાં રહેલા લેખંડના કે લાકડાના ખૂંટા સાથે બાંધી દે છે. ગાડાના ચક્ર (પૈડા) સાથે મજબુત બાંધીને જમીન પર તે ચેરને મૂકીને ગાડાને ચલાવતાં તેનું શરીર પણ જમીન પરના કાંકરા અને પત્થરાઓ સાથે ઘસડાતાં ઘસડાતાં લેહીલુહાણ થઈ જાય છે અને ચીસ પાડવા લાગે છે. ગળે જાડા દેરડા બાંધીને થાંભલા સાથે બાંધે છે. બંને પગે દોરડા બાંધીને ઝાડ પર ઉંધા લટકાવે છે, ગળામાંથી પકડીને ચેરનું માથું ઠેઠ છાતી સુધી મેડી નાખે છે, જેથી ચેરના હાડકા કંપી જાય છે, તેમને વારંવાર ઉઠબેશ કરાવીને હેરાન કરે છે. પાણીથી ભીંજાવેલી ચામડાની દેરડી તેમના માથે તાણીને બાંધે છે. બે પગ ( ટાંટીઆ) એટલા બધા પહોળા કરે છે જેથી કઈક સમયે તે ફાટી પણ જાય છે. તેમની સાથળ પર અને ગુદા(મળ માર્ગ)ભાગ પર કાષ્ઠ બાંધી દે છે. તપોવેલા સળીઆઓથી ચારને ડામ દે છે. તથા ગરમાગરમ સે તેમના શરીરના અમુક અમુક ભાગોમાં ઘુસાડી દે છે. લાકડાને છેલી નાખનારા વાંસલાથી તેમના શરીર છેલે છે, તેમના નાક-આંખ ને મોઢામાં તીખા તમતા મરચાને પાઉડર નાખવામાં આવે છે. આ પ્રમાણે હજારે પ્રકારની પીડા તેમને આપવામાં આવે છે, તે સિપાઈએ ચોરની છાતી પર ખૂબ જ વજનદાર લાકડાની ઘેડીને આમ તેમ ફેરવતાં, તેમના હાડકા, પાંસળા તૂટવા લાગે છે. ત્યારપછી તેમની છાતી–પિટ તથા બીજા ભાગ પર લેખંડના ડુંડા મારે છે. અને બસ્તિ પ્રદેશ(ગુદા અને લિંગ)ને ખૂબ જ જોરથી ફટકારે છે. તેને નિર્દય રૂપે દબાવે છે, ત્યારે