________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 263 હાથમાં હાથકડી, પગમાં બેડી તથા બીજા પ્રકારે પણ હાથ પગ જકડાઈ જાય તેવા બંધને બાંધે છે, જે અત્યંત ત્રાસજનક હોય છે. કમભાગી ચેર લેકે આજે પણ જેલમાં અનુભવ કરી રહ્યાં છે. ચેરી કરવાના વિશેષ ફળ ક્યા છે? વસ્તુ તત્વને જઘન્ય(સંક્ષેપ)થી અને ઉત્કૃષ્ટ (વિસ્તાર)થી કહેવાની પદ્ધતિ સુધર્માસ્વામી પાસે એટલા માટે હતી કે તેઓ કેવળજ્ઞાનના માલિક હતાં. જેઘન્યતમ જ્ઞાન નિમેદવતી જીને અને ઉત્કૃષ્ટતમ જ્ઞાન કેવળી ભગવંતને હોય છે. તેને હાડવૈરી કેવળ જ્ઞાનાવરણીય કર્મ છે, તે જ્યારે ઉત્કૃષ્ટતમ તપશ્ચર્યારૂપી અગ્નિમાં બળીને ખાખ થાય છે ત્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સંસારભરના બધાય જ્ઞાનની ચરમ સીમા કેવળજ્ઞાનમાં સમાપ્ત થાય છે. માટે તે કેવળ, આવરણ રહિત, ઉત્કૃષ્ટ અને નિરપેક્ષ હેવાથી સંસારને એકેય ભાવ કેવળજ્ઞાનને માટે અજ્ઞાત નથી. આ કારણે જ કઈ પણ દ્રવ્યને પર્યાય, જીવની ગતિ–આગતિને અંતિમ નિર્ણય કેવળી ભગવંતે સિવાય બીજા કોઈની પાસે હોતું નથી. હે જબૂ! સમવસરણમાં બેસીને અરિહંત પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પાસેથી જે મેં સાંભળ્યું તે તને સંભળાવું છું. કે-જેલર (સિપાઈઓ) તે ચેરને, જેના દ્વાર ચારે બાજુથી બંધ હોય તેવા લોખંડના પાંજરામાં ભેંયરામાં તેમને કેદ કરી લે છે. ભયંકર અંધારાવાળા કૂવામાં પટકી દે છે.