________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 261 નથી, જેવાતું નથી અને જવાશે પણ નહિ, આ કારણે જ કર્મોને ભારે માથા પર લઈને ફરનારો આત્મા જ મનુષ્યભવથી ભ્રષ્ટ થઈને નરકાદિ ગતિઓની યાત્રા કરે છે અને જેઓ દેવપૂજા, ગુરુ સેવા, સ્વાધ્યાય-સંયમ–દાન અને તપની આરાધના કરે છે, તેઓ મનુષ્યાવતારની માયાનો ત્યાગ કરી દેવકને પ્રાપ્ત કરે છે. બીજા ઘણાં ઘણાં જ સાથે વૈર-વિરોધ-ટંટા કિસાદ કરાવનાર ચૌર્યકર્મ (અદત્તાદાન) હોવાથી તે પાપ જ છે. માટે તેના ફળે પણ ચોરી કરનાર, કરાવનાર, તેને માલ સંગ્રહનાર, ચેરને મદદ દેનાર, આદિને ભેગવવા પડે છે, જે નાનું બચ્ચું પણ જાણી શકે, તેવી સીધી અને સાદી વાત છે. આવી સ્થિતિમાં “આત્મા કર્મોને કર્તા નથી તેવા સિદ્ધાન્તને જાડી બુદ્ધિવાળા પણ માની શકે તેમ નથી તે પછી સહૃદયને શી રીતે મનાવાશે? આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર છે તે વાત સાચી હોવા છતાં પણ અત્યારે તે બધાય વિશેષણે કેવળ સત્તામાં જ પડેલા છે. તેથી તેને શુદ્ધ-બુદ્ધ કહી શકાય નહિ. આથી જ્ઞાનાવરણીયાદિ કર્મોના કારણે, પાપાચરણની આદત, કુટેવે, ગંદી ચેષ્ટાઓ મટી શકતી નથી. તેવી રીતે ચારિત્ર મેહનીય કર્મના કારણે પણ પિતાની શુદ્ધિ, પિતે જ કરવા માંગતા નથી. ત્યારે એક ભવમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા ભવમાં, છેવટે ચેરાસીના ફેરા કરવાના સર્વથા અનિવાર્ય છે.