________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 259 માલમત્તા ક્યાં મૂકે છે? તિજોરીની ચાવીઓ ક્યાં રાખે છે ? તેમની ઉંઘ કેવી છે? મધ્યરાત ક્યારે થશે? આવા વિચારોમાં મસ્ત બનીને બપોરે ઉંઘતા હોય છે અને રાતે જાગતા રહે છે. ચોરી કર્યા પછી પકડાઈ જવાના ભયે તેઓ રમશાનભૂમિમાં, તૂટ્યા ઘરોમાં, અવાવરા પડેલા મકાનમાં સંતાઈને દિવસે પૂર્ણ કરે છે. સ્મશાનનું વર્ણન કરતાં સૂત્રકાર સુધર્માસ્વામીજી ફરમાવે છે કે-જેમાં મોટા જાડા લાકડાઓ પર મડદાને મૂકી બાળવામાં આવે તે ચિત્તાઓ બળતી–સળગતી દેખાય છે, મડદાઓના લેહી, વાળ, હાડકાઓ આદિ વિખરાયેલા પડ્યાં છે. સારી રીતે નહિ બળેલા મડદાને બહાર ખેંચી કાઢનારા કૂતરાઓ જ્યાં ભમતાં જ હોય છે તથા મડદાને લેહી-માંસ ખાઈને જેમનાં મેઢા ખરડાયેલા છે તેવી ડાકણોથી ભયંકર, ઘુવડેથી ભયાનક, વેતાલ તથા પિશાચે જ્યાં ખડખડ હસી રહ્યાં છે, તેવા સ્મશાને જ્યાં મરેલા, અર્ધ બળેલા, મડદાએની દુર્ગધ આવતી હોય તેવા સ્થાનમાં ચે છુપાઈને રહે છે. વાઘ-વરૂ જેવા જનાવર હેય તેવા વનવગડાઓમાં ચરે સંતાઈ સંતાઈને જીવન પૂર્ણ કરે છે. ખાવા-પીવાના ફાંફા, કુટુંબીઓને વિયેગ, લુખા-સુકા રોટલાએનું ભજન, અડધા ભૂખ્યા, છેવટે મડદાના માંસનું કે કંદમૂળાદિનું ભજન કરી બહુ જ મુશ્કેલીથી જીવન જીવનારા હોય છે. ઘરના પુત્ર પરિવાર સાથે ધરાઈને ભેજન કરી શકતા નથી. તેથી તેમની જીવની અશાંત-પાપમય અને અસ્તવ્યસ્ત જ રહેવા પામે છે. યશ-કીતિ વિનાના, તેમનું નામ સાંભળતાં જ બીજાઓને