________________ 258 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર માણસે એટલે પરહિતના કાર્યો કરવાવાળાઓના મંડળમાં એકેય ખરાબ તત્વ હોતું નથી, જ્યારે બુરા એટલે પરહિતનાશક માનવેના મંડળમાં એકેય સારૂં તત્વ હોતું નથી. રચાતા પ્રત્યેક મંડળની વ્યવસ્થા માટે ઘડાયેલા કાયદાઓ પ્રત્યે તેમના મેમ્બરને માયા પણ હોય છે, જેથી પિતાના કાયદાએથી વિપરીત ચાલનારા સ્વજનેને પણ મારી નાખતાં ચોરને દયા આવતી નથી. સમજવું સરળ બનશે કે, પાપી માણસ જ પિતાના પાપ પ્રત્યે શંકાશીલ હોવાથી સામેવાળાને શત્રુ માનવાની ઉતાવળ કરતાં વાર લાગતી નથી, તેના કારણે વચ્ચે આવનારા સ્વજનેને પણ યમનું ઘર દેખાડી દે છે. (7) ગૃહસન્ધિ–અર્થાત્ પારકાના ઘરની ભીંત, વાડ, ફાટક આદિને તેવી રીતે તેડી મારે છે, જેથી ગમે ત્યારે પણ તેના ઘરમાં, ખેતરમાં કે વાડીમાં, પ્રવેશ કરી સામેવાળાની ચોરી કરી શકે અથવા વિશ્વાસુએ તેને ત્યાં ધન, ધાન્ય કે આભૂષણે મૂક્યા હોય, તેમાં તેવી રીતે ગોટાળે કરશે જેથી તેની બધીય માલમત્તા ચેરના ગજવામાં આવી શકે. ભેળસેળ, વ્યાજ કે વ્યાપારના ગેટાળાઓ કરીને સામેવાળાને વિશ્વાસઘાત કરવામાં પણ તેઓ હુશિઆર હોય છે. ધર્મ સંજ્ઞા કે સમજ્ઞાનની સંજ્ઞા મુદલ તેમનામાં ન હવાના કારણે ચોરી કરવી પાપ છે” આ શબ્દો પણ સાંભળવા માટે તેઓ તૈયાર નથી. સારાંશ કે–ચૌર્યકર્મને તેઓ છોડી શકતા નથી. માટે જ આખી જીંદગીમાં ચોરી કરવાના સાધને, સહાય વગેરેને મેળવતાં રહે છે. કોણ શ્રીમંત છે?