________________ 254 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સમડીઓ, તથા જમીન પર શિયાળીઆ, કૂતરાઓ પણ પિતાના ભક્ષ્યને શોધવા માટે આંટા મારતાં થઈ જાય છે. જે નિર્બળ રાજા હોય તેની હાર થાય છે. તેના સૈનિકે ભાગદૌડ કરે છે અને વિજયી રાજા, પરાજિત રાજાને ખજાને, ઝવેરાત, સુવર્ણ, ચાંદી આદિને પિતાના કબજામાં લે છે અને પિતાને વિજય વાવટો ફરકાવે છે અને પિતાના સૈનિકને ગામ લુંટવા માટેની આજ્ઞા આપે છે. પિતાના ભાગ્ય પ્રમાણે જે કંઈ હાથમાં આવે તેને કબજામાં લે છે, જુવાન સ્ત્રીઓ તથા કન્યાઓને પણ છેડતા નથી. પરધનમાં તથા પરસ્ત્રીમાં અત્યન્ત લુબ્ધ બનેલા શક્તિશાળી રાજાએ યુદ્ધ રમીને પણ બીજાઓને લુંટે છે. આ બધાય કાર્યોમાં પારકાનું ધન પચાવી લેવાની, અદત્તાદાન(ચેરી)ની ભાવના પષ્ટ દેખાઈ આવે છે. ફરી ફરી ચૌર્યકર્મને કરનારા કેવા ક્રૂર હોય છે, તેની હકીક્ત હવે જુદા પ્રકારે કહે છે (એકની એક વાત પુનરૂક્તિ દેષ સ્વીકારીને પણ કહેવાને આશય એટલે જ છે કે, માનવ માત્ર પિતાના પાપોને, તેના પ્રકારને, તેને ફળોને, તથા પુણ્યદયે-માનવ શરીર મેળવીને પાપાસક્ત બની શું શું નથી કરતાં તે બતાવવાનો છે. જેથી પાપભીરુતાની પ્રાપ્તિ થતાં માનવ, બીજા માનવોને મિત્ર બનવા પામે. કેમકેબીજા સાથેની મિત્રતાના મૂળમાં શ્રીમંતાઈ, સત્તા, રૂપવત્તા, કે બોલવા-ચાલવાની હોંશિયારી કામ આવતી નથી, પણ પાપ વિનાનું જીવન, ચૌર્યકર્મની ભાવનાને અભાવ આદિ જ કામ