________________ 252 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લાંચ-રૂશ્વત, વ્યાજના ગેટાળ આદિ દ્વારા ધન ઉપાર્જિત કરનારા પણ ચોર છે. પિતાની ચાલાકીથી–પારકી સ્ત્રીઓને ઠગવાના ધંધા કરનારા પણ ચોર છે. પારકી બેન-બેટીઓને તથા સારા ઘરની ભલીભાલી સ્ત્રીઓને મંત્ર-જંત્ર-દોરાધાગા, છેવટે પુત્રાદિને લેભ દઈને ઠગનાર પણ ચેર છે. પુરૂષે, સ્ત્રીના કપડા પહેરી, સ્ત્રીઓને ઠગવાની અને સ્ત્રીઓએ પુરૂષ વેશમાં પુરૂષોને ઠગવાના કાર્યો કરવા તે ચૌર્યકર્મ છે. બીજાઓના ઘરમાં કે ભીંતમાં છિદ્ર પાડીને અંદર જવું અને ચોરી કરવી, તથા બીજાઓને વિશ્વાસમાં લઈને તેમના ગજવા કાપવા વગેરે ચેરી છે. બીજાને મારીને, આંખમાં મરચા નાખીને, વશીકરણ મંત્રથી બીજાને વશ કરીને, પારકાનું ધન ચેરીને, બળાત્કાર એટલે બીજાઓ પર બળજબરીને પ્રયોગ કરીને, તેમની સાથે લડાઈ કરીને, તથા બીજાઓની ગાય, ભેંસ, બકરા, ઘેટાં, ઘેડા અને દાસ-દાસીઓને ઉપાડી જનાર ચેર છે. લેટેસ્ટ વેષ પરિધાન, કાંડા ઘડિયાળ, સોનેરી ફેમના ચશ્મા આદિને પ્રયાગ કરી કેઈને ત્યાં જાય છે, તેમની સાથે અલકમલકની વાત કરે છે અને ઘરના માલિકને વિશ્વાસમાં લઈ હાથમાં જે આવે તેને ગજવામાં મૂકીને તેવી રીતે ઘરથી વિદાય લેશે જેની ખબર ઘરના માલિકને પણ પડતી નથી. જૈન સૂત્રકાર કહે છે કે ઉપર પ્રમાણેના બધાય ચોર છે. કેટલાક રાજાઓ વગેરે પણ ચોરી કરનારા હોય છે.