________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 253 પિતાની સંપત્તિથી અસંતુષ્ટ બનેલા નાના-મોટા રાજાએ સામેના રાજાને ખજાને, શ, ગામ-નગરની સુંદર બાંધણ આદિના લેભમાં તેમની સાથે યુદ્ધ કરે છે, હરાવે છે અને તેમનું બધુંય પિતાને સ્વાધીને કરી પ્રસન્ન થાય છે. તેમની પાસે હાથી, ઘોડા, રથ, પદાતિ(પાયદળ)ની ચતુરંગિણી સેના તથા કોઇનાથી ગાંજ્યા ન જાય તેવા પઢાકાર, શકટ, સૂચી, ચક, સાગર અને ગરૂડની ભૂહ રચના કરવામાં હોંશિયાર વૈદ્ધાઓ હોય છે. પિતાના દૂતે તથા ગુપ્તચરે દ્વારા સામેવાળાની કમજોરી જાણીને યુદ્ધથી તેમને હરાવી લીધા પછી સત્તાધારીઓ ધનનું હરણ કરે છે. તેઓ શત્રુસૈન્યને તથા રાજાને મારી નાખવામાં અથવા કારાગૃહમાં નાખી પિતાની આજ્ઞા મનાવવામાં કુશળ હોય છે. કદાચ યુદ્ધ રમવું પડે તે પિતે શસ્ત્ર, તીર કામઠા, ભાલા, ગોફણ, તલવાર, બછ, ઢાલ આદિથી સજજ થઈને રણમેદાનમાં જાય છે. શરીર પર લેખડનું બખ્તર અને માથા પર લેખંડને કાંટાળે ટોપ પહેરે છે, સૈન્યને જુદી જુદી રીતે ન્યૂહ રચનાને આદેશ આપે છે, તે સમયે ચારણ ભાટ તેમને રણમેદાનને મહિમા બતાવે છે, તેમને પાછું ચડાવે છે અને કેશરીયા કરાવે છે અને રાજા યુદ્ધનો આદેશ શંખ, ઢોલ, નગારા અથવા અમુક પ્રકારને ધ્વજ બતાવીને આપે છે. તે સમયે સૈનિકે પિતપિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી પોતાના શસ્ત્રોને ઉપયોગ કરે છે. બંને સે મરણીયા બનીને યુદ્ધ રમે છે. જેમાં હાથી, ઘડાઓ, ઉંટો તથા સૈનિકોને કચ્ચરઘાણ નીકળે છે, લોહીની નદી વહેવા માંડે છે. આકાશમાં ગીધ, કાગડા,