________________ 250 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચૌર્યકમને કરનાર કોણ? અને તે કેવા હોય છે? પારકાઓનું ધન, મકાન, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી તથા કન્યાને હિરણ કરવાના સ્વભાવવાળા. ચોરી કરવાના કાર્યોમાં નિપુણતા મેળવેલા. - ચેરી ક્યારે કરવી? ક્યારે જવું? કઈ બાજુ જવું? કેના ઘરે જવું? ઈત્યાદિ વાતને અવસરણ હોય છે. માનસિક બળ તેમનું તેવા પ્રકારનું થઈ ગયું હોય છે, જેથી મરવા કે મારવા પર આવી જતાં વાર કરતાં નથી. પાપના ભારાથી તેમને આત્મા તુચ્છ એટલે કાળા પત્થર જે થઈ ગયે હોય છે. ચૌર્યકર્મમાં જ તેમની મહેચ્છા હેવાથી અતિશય લેભાન્ય હોય છે. બેલવાની છટા સારી કેળવેલી હેવાથી, પિતે ચાર તરીકે શીધ્ર ઓળખાતા નથી. પરસેવે ઉતારી પેટ ભરવાની કળાઓથી સર્વથા અનભિજ્ઞ, આળસુ અને કામના ચેર બની ગયેલાઓને માટે ચેરી કરી પેટ ભરવાને માર્ગ જ શેષ રહે છે. મૃત્યુની પરવા કર્યા વિના પણ ચોરી કરવી એ જ તેમને ખાનદાન ધર્મ છે.