________________ 248 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - ( ર ) નિક-ચારી કરવા માટે છળ, પ્રપંચ, કપટ, ધૂર્તતા, શઠતા, બેલવાની ચાલાકી, ઘાલમેલ કરવાની વૃત્તિ કે છુપાવવાની પ્રવૃત્તિ આદિ જે કંઈ કરવું હોય તે ચોરી કરનારને માટે સહજ અને સ્વાભાવિક તથા સરળ છે. ( 3 ) સરોજીં-અપક્ષ ચેરી કરતા પહેલા, તે ચેરને ચારે તરફ નીચે પ્રમાણે ધ્યાન રાખવું પડે છે. મને કોઈ જોતું તે ન હોય. મારી પાછળ કોઈ આવતું તે ન હેય. આ ઉધરસ, છીંક વગેરે ક્યાંથી આવ્યા? ઘરધણું જાગતું હશે ? ચેરી કરવાની આદતવાળાને ઉપર પ્રમાણેના બધાય સ્વભાવે જન્મથી જ પડેલા હોય છે. આર્ય સુધર્માસ્વામીએ કહ્યું કે ઉપર પ્રમાણેના ચૌર્યકર્મમાં પ્રાણાતિપાતાદિ પાપસ્થાનક ઉપરાંત યુદ્ધ, કલહ અને મિત્રદ્રોહાદિ પાપે રહેલા જ છે, માટે અદત્તાદાન પાપ છે. ઉપર પ્રમાણે 30 સંખ્યક પર્યાને વીરવિજયજી મહારાજે બારવ્રતની પૂજાની થી ઢાળમાં લગભગ આ પ્રમાણે મૂક્યા છે. સ્વામીઅદત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરિયે રે, ચિત્ત ચેખે ચોરી નવિ કરીએ, નવિ કરિએ તે ભવજળ તરિયે રે. ચિત્ત