________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 223 દુખને નિસાસા નાખે છે. કર્મોનું ઉપાર્જન વારંવાર થાય છે એટલે કે, જેના કારણે અસત્ય બેલાશે તેના તરફથી શાપ જ મળવાના હોવાથી સાતે પ્રકારના કર્મો પ્રતિ સમયે બંધાતા રહે છે. જેના ભેગ આત્માને ખૂબ જ ભીષણ અને કઠેર લાગે છે. અશાતા વેદનીય કર્મને બંધાવનારે, નિકાચિત કરાવનાર અને ભવાન્તરમાં પણ તેની પ્રાપ્તિ કરાવનાર છે. આખી જીન્દગાનીમાં એક જ વાર કેવળ એક જ પ્રસંગે જૂઠ બેલનાર વસુરાજા નરકગતિના લાંબા કાળ સુધીના દુઃખે ભોગવી રહ્યો છે. તે પછી મિનિટે મિનિટે જૂઠ બેલવાવાળાની શી દશા? મૃષાવાદી પ્રાયઃ કરી તુચ્છ-નીચ અને ચંચલ સ્વભાવને હોય છે, સર્વત્ર અપ્રીતિકર, અપકીર્તિકર અને વરકારક છે એટલે કે, તેવા માનવે કયાંય પણ પ્રીતીને ટકાવી શકતા નથી, માટે અપકીતિ જ તેમના ભાગ્યમાં રહે છે. ચારે તરફથી રતિ-રાગ-દ્વેષ અને મનને કલેશ દેનાર મૃષાવાદ છે. સફળતાને નાશ કરે છે, માયા વધારે છે, ગમે તે પ્રજનથી બેલાતો મૃષાવાદ બીજાઓને પીડાકારક હોય છે. જે સમયે આત્મા મૃષાવાદને આશ્રય લે છે. તે સમયે તેમની પરિણતિ (અધ્યવસાયે) પ્રાયઃ કરી હિંસક હોય છે, મલિન હેય છે. માટે ફરી ફરીથી દુર્ગતિને પ્રાપ્ત કરવાની રહે છે. જેના માટે મૃષાવાદ બેલાય છે તે કર્મો સામે વાળે આત્મા જ્યાં સુધી સંસારમાં રહેશે, ત્યાં સુધી ભેગવ્યા વિના છુટકે નથી, તેથી પ્રત્યેક ભવમાં મૃષાવાદનું પાપ જીવાત્માની સાથે જ રહે છે. -