________________ 232 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (5) કલુષ–સામેવાળાને ત્રણ ભાગીદાર હોય તે બે જણને આપસમાં લડાવી મારવા, તેમનામાં કલેશ વધારી દે જેથી તેઓ કંટાળીને પણ જૂદા પડશે. ત્યાર પછી એકને ધાકધમકી આપીને ભયગ્રસ્ત બનાવી લેવાથી તેને ઉદ્યોગફેકટરી-કંપની–પેઢી-ઓફિસ આપણા કબજામાં આવી જાય. (6) તાળ-ગાસન યદિ કલેશ-કંકાસ કરાવવાથી આખે લાડ હાથમાં ન આવે તે બીજી રીતે સામેવાળાને ત્રાસ આપ. જેમકે હિસાબમાં. જાણીબુઝીને ગોટાળાઓ કરી બંનેને કહેવું કે “આપણું પેઢી, ફેકટરી, કંપની આદિ ખેટમાં જાય છે, માટે કાં તે તમે બંને છુટા થઈ જાઓ, અન્યથા મારી રોકાયેલી મુડીને હું કબજે કરી લઉં છું.” આવી રીતે ત્રાસ ઉત્પન્ન કરીને બીજાઓ સાથે કામ લેવું. (7) વસંતfr ...પારકા ધનમાં આસક્તિ રાખવી અને તે ધનને જે રીતે પણ સ્વાધીન કરી શકાય તેવા મનસુબા કરવાં. (8) લે-પારકાની અઢળક શ્રીમંતાઈને જોયા પછી રૌદ્રધ્યાન કરવું. અને સમયની કે શ્રીમંતની નબળી કડીને ધ્યાનમાં રાખી અવસર આવ્યું તેના પર “ઘા કરવે જેથી તે હંમેશને માટે નબળા પડી જાય. ઉપર જણાવેલા અને હવે પછી જણાવાશે તેમાં અદત્તાદાનને ભાવ કામ કરી રહ્યો છે.