________________ 234 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (14) પારકાની અમુક વસ્તુ ચેરવી છે, તે સામેવાળે જ્યારે બીજા કામમાં હોય ત્યારે તેની મનીબેગ, ઘડિયાળ, ચંપલ, બુટ લઈને પલાયન થાઉં (15) આજે ચોરી કરવા જાઉં અને તે માણસ જાગતે હશે તે? અથવા કેઈના લગ્ન આદિના વરઘોડામાં હજારો માણસો હશે, તેઓ મને જોઈ લેશે તે? આપત્તિ આવ્યા વિના રહેશે નહિ, તેથી માણસોની અવરજવર ઓછી થયા પછી જવાનું રાખ્યું જેથી મારા પાસા પિબાર પડે. (16) રાજા આદિની આજ્ઞા કયા માર્ગે જવાની છે અને કયા માર્ગે જવાની નથી તેની તપાસમાં રહેવાના અધ્યવસાયે ચારના હોય છે. (17) ચોરી કરવા માટે અત્યારે અમુક ગલીમાં જાઉં. કેમકે શરાબપાનના નશામાં ઘરના અને ફળીયાના માણસે ઉંધી ગયા હશે. . (18) “વ્યાપારાદિનું કામ પતાવીને શ્રીમંતે 10-10 વાગે ઘેર આવે, જમે અને પછી સુવાનું રાખે છે, ત્યારે સહજમાં મધ્યરાત્રિ થઈ જાય છે, તે સમયે તેમને ત્યાં પહોંચી જવું સારૂં” ચાર હંમેશા આવી ગણત્રી કરતો જ હોય છે. ' (19) “અમુકનું ધન હરી લેવું છે, ગજવું સાફ કરવું છે તેવા વિચારેથી મંત્ર પ્રગ–બળ પ્રયાગ, હાથ ચાલાકી, છેવટે સામાવાળાની આંખમાં મરચું નાખીને પણ ચાર પોતાનું કામ કર્યા વિના રહેતું નથી.